Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈ-દિલ્હી હાઈવે પર અકસ્માત, એક જ પરિવારના ત્રણના મોત:પંડ્યા પરિવાર વાસ્તુ પૂજન માટે વતન જતો હતો, કાલોલ પાસે અજાણ્યા વાહને કારને ટક્કર મારી, પુત્રીને ઈજા

    9 hours ago

    પંચમહાલના કાલોલ નજીક ભાટપુરા પાસે મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહને કારને ટક્કર મારી હતી. જેથી અકસ્માત થતાં મહીસાગર જિલ્લાના મુડાવડેખ ગામના પંડ્યા પરિવારના પતિ, પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે પરિવારની 14 વર્ષીય પુત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલો પંડ્યા પરિવાર પોતાના વતન મહીસાગર જિલ્લાના મુડાવડેખ ગામે જઈ રહ્યો હતો. આગામી 8 મેના રોજ તેમના નવા ઘરનું વાસ્તુ પૂજન હોવાથી પરિવાર કાર લઈને વતન જવા નીકળ્યો હતો. આ દરમિયાન કાલોલના ભાટપુરા પાસે તેમની કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં હેમંતભાઈ પંડ્યા (ઉં.વ. 44), તેમના પત્ની કિંજલબેન પંડ્યા (ઉં.વ. 42) અને પુત્ર આયુષ પંડ્યા (ઉં.વ. 17)નો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં જૈની પંડ્યા (ઉં.વ. 14)ને ગંભીર ઈજાઓ પહોંચી છે. તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ કાલોલ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. અકસ્માત કયા કારણોસર અને કેવી રીતે સર્જાયો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, ટ્રાયલ માટે શરૂ કરાયેલા આ મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ગત 27 એપ્રિલના રોજ આજ વિસ્તારમાં વડોદરાના તાંદલજાના મુસ્લિમ ખીંચી પરિવારની કારને અકસ્માત નડ્યો હતો. તે દુર્ઘટનામાં પણ પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા.
    Click here to Read More
    Previous Article
    Tamil Nadu Election Results 2026: Vijay के इस मास्टरस्ट्रोक ने पलट दिया खेल | TVK Wins |
    Next Article
    અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત:રસ્તાના કામ માટે ઉભેલા રોલર અને ટ્રેકટર સાથે ટેન્કરની જોરદાર ટક્કર, ટ્રાફિકજામ સર્જાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment