Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાળસાહિત્ય સંસ્થાન:જામનગરના શિક્ષક-જાણીતા બાળસાહિત્યકારને રાષ્ટ્રીયકક્ષાનો બાલપ્રહરી એવોર્ડ એનાયત થશે

    12 hours ago

    ગુજરાતી બાળસાહિત્યમાં બાળગીત અને વાર્તાક્ષેત્રે માતબર પ્રદાન કરનાર અને બાળકોમાં ટોપીવાળી મા તેમજ આધુનિક ગિજુભાઈ તરીકે લોકપ્રિય બનેલા જામનગરના શિક્ષક અને સર્જક કિરીટ ગોસ્વામીએ વધુ એક રાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં બાળસાહિત્ય સંસ્થાન, ઉત્તરાખંડ અને બાલપ્રહરી સામયિક દ્વારા જાહેર કરાયેલા રાષ્ટ્રીય પુરસ્કારોમાં કિરીટ ગોસ્વામીની પસંદગી કરવામાં આવી છે. ભારતભરના વિવિધ રાજ્યોના દસ ઉત્કૃષ્ટ બાળસાહિત્યકારોની યાદીમાં ગુજરાતમાંથી સ્થાન મેળવનાર તેઓ એકમાત્ર સર્જક છે. કિરીટ ગોસ્વામીને આ પ્રતિષ્ઠિત સન્માન તેમના વર્ષ-2023માં પ્રકાશિત થયેલા હિન્દી બાળગીત સંગ્રહ હાથીરાજા સ્કૂલ ચલેના વિશેષ પ્રદાન બદલ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પુસ્તકને અગાઉ ગુજરાત રાજ્ય હિન્દી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. આગામી જૂન માસમાં ઉત્તરાખંડના અલ્મોડા ખાતે યોજાનાર રાષ્ટ્રીય બાળસાહિત્ય સંગોષ્ઠિ-2026 ના વિશેષ કાર્યક્રમમાં તેમને આ એવોર્ડ એનાયત કરી નવાજવામાં આવશે. આધુનિક બાળકોની પસંદ-નાપસંદને પારખનાર આ સર્જકના સાહિત્ય પર અત્યાર સુધીમાં વિવિધ યુનિવર્સિટીઓમાં પાંચ જેટલા શોધ નિબંધો તૈયાર થઈ ચૂક્યા છે. રાષ્ટ્રીય સ્તરે ચોથી વખત સન્માનિત થઈ રહેલા કિરીટ ગોસ્વામીની આ ઉપલબ્ધિ બદલ જામનગરના શિક્ષણ તથા સાહિત્ય જગતમાં આનંદની લાગણી વ્યાપી છે. કૃતિઓ પાઠ્યપુસ્તકોમાં ભણાવવામાં આવે છે... નાની ઉંમરે વર્ષ 2022માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરી ચૂકેલા કિરીટ ગોસ્વામી માત્ર સર્જન પૂરતા મર્યાદિત નથી. તેમણે ગુજરાતની અંદાજે 1000 જેટલી પ્રાથમિક શાળાઓમાં જઈને બાળગીતો અને વાર્તાઓના માધ્યમથી બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપવાનો સેવાયજ્ઞ આદર્યો છે. જામનગરની મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા આ સર્જકની કૃતિઓ આજે ગુજરાત અને મહારાષ્ટ્રના પાઠ્યપુસ્તકોમાં પણ ભણાવવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એનાલિસિસ:જામનગરનું 12 વિ. પ્ર.નું પરિણામ 1.35 ટકા ઘટ્યું, સા.પ્ર.માં પણ આંશિક ઘટાડો
    Next Article
    DB REELS: 'દીદી, હું અમિત શાહ છું':'બંગાળની ધરતી પરથી તૃણમુલને ઊખેડી ફેંકવા આવ્યો છું', મમતાના ગઢમાં 12 વર્ષ પહેલા કરેલી ભવિષ્યવાણી સાચી પડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment