Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સજાવટ:નાના એપાર્ટમેન્ટ કે રૂમને આ રીતે મોટો બતાવી શકાય!

    2 days ago

    દિવ્યા દેસાઇ આજના સમયમાં શહેરી જીવનમાં ‘સ્પેસ’ (જગ્યા) એક મોટો પડકાર છે. મોટાભાગની સ્ત્રીઓ માટે નાના એપાર્ટમેન્ટને વ્યવસ્થિત અને સુંદર દેખાડવો એ એક મોટી જવાબદારી બની જાય છે. ઘણીવાર આપણને લાગે છે કે નાનું ઘર એટલે મર્યાદિત વિકલ્પો, પણ હકીકતમાં નાની જગ્યા તમને વધુ સર્જનાત્મક બનવાની તક આપે છે. ચાલો જાણીએ એવી કેટલીક ટિપ્સ જે તમારા નાના રૂમને પણ ‘લાર્જર ધેન લાઈફ’ લુક આપશે. અરીસાનો જાદુઈ સ્પર્શ નાની જગ્યાને મોટી બતાવવા માટે ઇન્ટિરિયર ડિઝાઇનર્સનો સૌથી ફેવરિટ નુસખો એટલે અરીસો. દીવાલ પર એક મોટો અરીસો અથવા આખી દીવાલ પર મિરર પેનલ લગાવવાથી રૂમની સાઈઝ બમણી દેખાય છે. જો તમે તેને બારીની બરાબર સામે રાખો છો, તો તે બહારના કુદરતી પ્રકાશને રૂમમાં પરાવર્તિત કરશે, જેનાથી આખો રૂમ વધુ તેજસ્વી અને એકદમ ખુલ્લો લાગશે. મલ્ટી-પર્પઝ અને સ્માર્ટ ફર્નિચર નાના ઘરમાં ‘લેસ ઈઝ મોર’ મંત્ર અપનાવો. એવું ફર્નિચર વસાવો જે એકથી વધુ રીતે ઉપયોગી થાય, જેમકે, સોફા-કમ-બેડ: દિવસના સમયે બેઠક તરીકે ઉપયોગમાં આવે અને રાત્રે આરામદાયક પથારી. સ્ટોરેજ ઓટોમન: જેનો ઉપયોગ બેસવા માટે પણ થાય અને અંદર વધારાના ઓશિકા કે ચાદર પણ રાખી શકાય. નેસ્ટિંગ ટેબલ્સ: જ્યારે તેની જરૂર ન હોય ત્યારે એકબીજાની નીચે સરકાવી શકાય. વર્ટિકલ સ્પેસનો સ્માર્ટ ઉપયોગ જ્યારે જમીન પર જગ્યા ઓછી હોય, ત્યારે તમારી નજર જરા ઉપરની તરફ દોડાવો! જમીન પર સામાન ખડકવાને બદલે ફ્લોર-ટુ-સીલિંગ શેલ્ફ (ઊંચા કબાટ) બનાવો. આનાથી રૂમની ઊંચાઈ પણ વધુ લાગશે અને તમને વધારાની વસ્તુઓ મૂકવા માટે સ્ટોરેજની પૂરતી જગ્યા મળી પણ રહેશે. રંગોની કરામત હળવા રંગોનો ઉપયોગ કરો. વ્હાઈટ, બેજ કે લાઈટ બ્લુ જેવા રંગો પ્રકાશને ફેલાવે છે. રૂમને હવાદાર અને મોટો બનાવે છે. ડાર્ક કલર્સ રૂમને સાંકડો બતાવી શકે છે, તેથી તેને માત્ર હાઈલાઈટ તરીકે જ વાપરો. યાદ રાખો, ઘરની સુંદરતા તેની સાઈઝ પર નહીં, પણ તેની ગોઠવણી પર નિર્ભર છે.
    Click here to Read More
    Previous Article
    એકબીજાને ગમતાં રહીએ:જમાઈ તરીકે સારા થવું કે અઘરા?
    Next Article
    સુનામી:મા પર અધિકાર ત્યારે કરજો, જ્યારે ફરજ નિભાવી શકો!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment