Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધક્કા ખાતા કોન્ટ્રાક્ટર‎:કમાણામાં સ્વાતંત્ર દિનના કાર્યક્રમમાં બાંધેલ મંડપનું બિલ અઢી વર્ષે પણ તંત્ર આપતું નથી

    4 days ago

    વિસનગર તાલુકાના કમાણા ગામે 15મી ઓગસ્ટના રોજ તાલુકા કક્ષાના સ્વાતંત્ર દિનની ઉજવણી પ્રસંગે બાંધેલા મંડપનું બિલ 2 વર્ષ અને 9 મહિના પછી પણ કોન્ટ્રાક્ટરને ચૂકવાયું નથી. ધક્કા ખાઈને કંટાળેલા કોન્ટ્રાક્ટરે આખરે જિલ્લા સ્વાગતમાં ફરિયાદ કરતાં અહીં પણ સરકારમાંથી ગ્રાન્ટ આવ્યા બાદ ચૂકવણું કરીશુંનો જવાબ મળ્યો હતો. વિસનગર તાલુકાના કાંસા ગામના મંડપ ડેકોરેટર્સ પટેલ મનોજકુમાર કનુભાઈને 2023માં કમાણા ગામે 15મી ઓગસ્ટના રોજ તાલુકા કક્ષાના સ્વાતંત્ર દિનની ઉજવણી પ્રસંગે મંડપ બાંધવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. મંડપનું રૂ.78 હજાર જેટલું બિલ તંત્રને આપ્યું હતું. તેમની સાથે સાઉન્ડ અને લાઈટ સહિતની એજન્સીઓએ આપેલ બિલની ચૂકવણી તંત્રએ જે-તે એજન્સીને કરી દીધી હતી. પરંતુ મનોજભાઈને ચૂકવણી ન થતાં તેમણે વહીવટી તંત્રનો સંપર્ક કર્યો હતો. તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી વચ્ચે બિલ માટે ધક્કા ખાધા પછી અઢી વર્ષે પણ બિલ ન મળતાં આખરે તેમણે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કર્યો હતો. જેને પગલે મામલતદાર વિસનગરે 2023માં ગાંધીનગર સામાન્ય વહીવટ વિભાગને ગ્રાન્ટ ફાળવણી માટે દરખાસ્ત કરી છે, પરંતુ ગ્રાન્ટ ન આવતાં ફરીથી સ્મૃતિપત્ર પાઠવ્યો છે અને ગ્રાન્ટ ફાળવણી કરાશે ત્યારે બિલની ચુકવણી કરાશેનો જવાબ જનસંપર્ક કચેરી તરફથી અપાયો હતો.
    Click here to Read More
    Previous Article
    સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં જ ભાઈઓ બાખડ્યા‎:પોલીસ સ્ટેશનમાં જ 2 ભાઈઓ વચ્ચે મારામારી
    Next Article
    ગમખ્વાર અકસ્માત સર્જાયો:વડાલ-ચોકી વચ્ચે અજાણ્યા વાહનની ઠોકરે બાઇક સવાર આધેડનું મોત થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment