Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઐતિહાસિક સિદ્ધિ:જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ એજ્યુકેશન વર્લ્ડ રેન્કિંગમાં દેશમાં પાંચમું અને ગુજરાતભરમાં બીજું સ્થાન મેળવ્યું

    4 days ago

    જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ (JAU) રાષ્ટ્રીય સ્તરે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં નવી દિલ્હી ખાતે જાહેર થયેલા “એજ્યુકેશન વર્લ્ડ ઈન્ડિયા હાયર એજ્યુકેશન રેંકિંગ્સ–2026” માં આ યુનિવર્સિટીએ સમગ્ર ભારતમાં પાંચમું સ્થાન અને ગુજરાત રાજ્યમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. યુનિવર્સિટીએ કુલ 1300 માંથી 918 પોઈન્ટ્સ મેળવીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. આ પ્રતિષ્ઠિત રેન્કિંગ માટે ફેકલ્ટીની ગુણવત્તા, સંશોધન અને ઇનોવેશન, પ્લેસમેન્ટ, માળખાગત સુવિધાઓ અને લીડરશીપ જેવા વિવિધ કડક માપદંડોને ધ્યાને લેવામાં આવ્યા હતા. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયાએ આ સફળતાને રાજ્ય સરકારના સતત સહયોગ અને સમગ્ર યુનિવર્સિટી પરિવારની મહેનતનું પરિણામ ગણાવ્યું હતું. આ સિદ્ધિ બદલ કુલપતિએ વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને ખેડૂતોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ ગૌરવ કૃષિ શિક્ષણ અને વિસ્તરણ ક્ષેત્રે નવા આયામો સર કરવામાં પ્રેરણારૂપ બનશે.આ પ્રસંગે કુલપતિએ તમામ વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો અને ખેડૂતોને અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ડીઆઈજીની ટીમે દારૂની હેરાફેરી ઝડપાઈ:બોલેરોમાં કેમિકલના કેરબાની આડમાં દારૂની હેરાફેરી, 4.51 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત
    Next Article
    આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ ઉજવાયો:કાર્ગો હેન્ડલિંગમાં 170 એમ. એમ. ટી. લક્ષ્યાંક મેળવવામાં મજૂરોનો સિંહફાળો રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment