Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદર શહેરના નરસંગ ટેકરીની ઘટના‎:ચારિત્ર પર શંકા કરી પરિણીતાને માર મારી હત્યા કરી હતી

    4 days ago

    પોરબંદરના નરસંગ ટેકરીના પુલ નીચે પત્નિની ઘાતકી હત્યા કરી સ્મશાનમાં અગ્નિદાહ કરવા પુરાવાનો નાશ કરવાના ગુન્હાના આરોપીને પોરબંદરની એડિશ્નલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારી છે. પોરબંદરમાં ફરીયાદી રાકેશ સોમનાથ ગાયકવાડનાએ ફરીયાદ નોંધાવી હતી, જેમાં તેની પત્નિ-સંગીતા પોતાથી દુર કર્લીના પુલ નીચે રહેતી હતી અને તેણીને તેનો પતિ સાજણ કાળુ ડાભી તથા તેની માતા ફુલીયાબેન કાળુ ડાભીએ રાત્રીના દરમિયાન સંગીતાને આડેધડ ઢોર માર મારી મોત નિપજાવી સ્મશાને અગ્નિદાહ કરવા માટે લઈ જાય છે. કમલાબાગ પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ વી.પી.પરમાર દ્વારા સ્ટાફ સાથે તપાસ કરી ખરાઈ કરતા વહેલી સવારના સ્મશાને ટેકટર મારફતે એક સ્ત્રીના મૃતદેહને લઈને એક-બે પુરુષો અને સ્ત્રીઓ આવેલ હોય જેથી તાત્કાલિક પોલીસને ત્યા મોકલી મૃતદેહને પી.એમ. માટે લઈ ગયેલ અને તે દરમિયાન મરણ જનાર સ્ત્રીના શરીરે ચાલીસેક જેટલા ઈજાના નિશાનો જણાઈ આવેલ અને ત્યાર બાદ સાહેદોના નિવેદનો નોંધી આરોપી-સાજણ કાળુ ડાભી તથા કુલીયાબેન કાળુ ડાભીને અટક કરી તેઓની સામે હત્યા તથા પુરાવાનો નાશ કરવા અંગેનો ગુન્હો નોંધી આરોપીઓને અટક કરી જેલ હવાલે કરવામાં આવેલ. આ કેસમાં પ્રોસીકયુશન તરફે સરકારી વકીલ તરીકે અનિલ.જે.લીલા રોકાયેલ હતા. આરોપીઓએ મરણ જનાર સાથે બનાવના આગલા દિવસે ઝઘડો કરેલ હોય અને માર-મારેલ હોય તેવો રેકર્ડ પર પુરાવો રજુ રાખવામા આવેલ તેમજ મૌખિક દલીલ કરી હતી. સરકારી વકીલ અનિલ.જે. લીલા દ્વારા રજુ કરવામા આવેલ દસ્તાવેજી તથા મૌખિક પુરાવાઓ, નિવેદનો વિગેરે પુરાવાઓ ગ્રાહય રાખી એડિશ્નલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ પી.એચ.શર્મા દ્વારા આ મુખ્ય આરોપી સાજણ કાળુ ડાભીને તકસીરવાન ઠરાવી આજીવન સખત કેદની સજા તથા દંડ ફરમાવતો હુકમ કરવામાં આવેલ છે. 33 દસ્તાવેજી પુરાવાઓ, સીસીટીવી ફૂટેજ રજુ કર્યા સરકારી વકીલ દ્વારા 25 જેટલા મૌખિક સાહેદોની જુબાનીઓ તથા 33 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ રાખવામાં આવેલ હતા તેમજ આ આરોપીઓ વહેલી સવારના ટેકટર મારફતે લાશનો સ્મશાને લઈ જતા હોવાના પોલીસ દ્વારા નેત્રમ પોર્ટલ દવારા રાખવામા આવેલ સીસીટીવી ફૂટેજના પુરાવાઓ રજુ રાખવામા આવેલ તેમજ આ કામમાં બનાવ નજરે જોનાર સાહેદોના રૂબરૂ લેવામા આવેલ નિવેદનો રજૂ કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    યાર્ડમાં વિવિધ જણસીઓની આવક:સૌથી વધુ ઉનાળુ મગની 28,500 કિલોની આવક‎નોંધાઈ, પ્રતિમણે રૂ.1725થી 1840 ભાવ બોલાયા‎
    Next Article
    પોલીસ દ્વારા દરોડો:બરડા ડુંગરમાં દારૂની ભઠ્ઠી પર રાણાવાવ પોલીસના દરોડા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment