Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યાર્ડમાં વિવિધ જણસીઓની આવક:સૌથી વધુ ઉનાળુ મગની 28,500 કિલોની આવક‎નોંધાઈ, પ્રતિમણે રૂ.1725થી 1840 ભાવ બોલાયા‎

    4 days ago

    પોરબંદર જિલ્લામાં હાલ ઉનાળુ પાક તૈયાર થઈ જતા ઉનાળુ પાકની જનસીની આવક શરૂ થઈ છે પોરબંદરના યાર્ડમાં મગ,ઘઉં, અડદ, ચોળી અને એરંડાની આવકમાં થયો વધારો થયો છે.યાર્ડમાં સૌથી વધુ ઉનાળુ મગની 28,500 કિલોની આવક નોંધાઈ હતી તો મગના પ્રતિમણે રૂ.1725 થી 1840 ભાવ બોલાયા હતા. પોરબંદર જિલ્લામાં એકમાત્ર પોરબંદરમાં માર્કેટયાર્ડ આવેલ છે.આ યાર્ડમાં અલગ અલગ વિભાગમાં ખેડૂતોના પાકની આવક થતી હોય છે.પોરબંદર જિલ્લામાં વાવેતર થયેલ રવીપાક બાદ હવે ઉનાળુ પાક તૈયાર થઈ જતા માર્કેટયાર્ડ હાલ વિવિધ પાકની જણસીની આવકમાં વધારો નોંધાયો છે. પોરબંદરના યાર્ડમાં તેલીબિયાં વિભાગમાં આવતી જણસીની આવકમાં મોટો વધારો નોંધાયો છે.યાર્ડમાં સોમવારે મગફળીની 2000 કિલો,મગની 28,500 કિલો,ચણાની 7500 કિલો અને જીરુની 3000 કિલો,ઘાણાની 2000 કિલો,ઘઉંની 9,500 કિલો,રાયના 100 કિલો,અડદની 2500 કિલો,ચોળીની 2000 કિલો,એરંડાની 900 કિલો આવક જોવા મળી હતી. યાર્ડમાં મગફળીના પ્રતિમણે રૂ.1155 થી 1385 ભાવ,મગના રૂ.1725 થી 1840 ભાવ,જીરુના રૂ.3350 થી 3675 ભાવ,ધાણાના પ્રતિમણે રૂ.1800 થી 2420 ભાવ અને ચણાના રૂ.900 થી 1360અને ઘઉંના રૂ.400 થી 491,અડદના રૂ.1600 થી 1625,ચોળીના રૂ. 1005 થી 1100 અને એરંડાના રૂ.1300 ભાવ બોલાયા હતા. હાલ ઉનાળુ પાક તૈયાર થઈ જતા યાર્ડમાં ઉનાળુ પાકની જણસીની આવકમાં વધારો થયો છે જેમાં ખાસ કરીને ઉનાળુ મગ,ચોળી, અડદ અને એરંડા પાકની જણસીની આવક વધી છે. મગની આવક વધતા ભાવ ઘટ્યા પોરબંદરના યાર્ડમાં છેલ્લા ઘણા દિવસથી મગની આવકમાં વધારો થયો છે ત્યારે મગની આવક વધતા યાર્ડમાં મગના પ્રતિમણે રૂ.150 થી 250 સુધીનો પ્રતિમણે ભાવ ઘટાડો પણ નોંધાયો હતો.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના રેન્જ આઈ.જી અને ગૃહમંત્રીને રજુઆત:અનુસુચિત જાતિ માટે પ્રતિબંધિત શબ્દોનો ઉપયોગ કરતા ફરિયાદની માંગ
    Next Article
    પોરબંદર શહેરના નરસંગ ટેકરીની ઘટના‎:ચારિત્ર પર શંકા કરી પરિણીતાને માર મારી હત્યા કરી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment