Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદપુર ડેમમાં ન્હાવા પડેલો યુવક ડૂબ્યો:તંત્રની ચેતવણી છતાં ડેમ પર ગયેલા ડુંગરપુરના પરિવાર સાથે સર્જાઈ દુર્ઘટના, ફાયર વિભાગે શોધખોળ શરૂ કરી

    8 hours ago

    જૂનાગઢ જિલ્લાના આણંદપુર ડેમ ખાતે આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ડુંગરપુર ગામનો એક પરિવાર પોતાની ઇકો કાર લઈને ડેમ પર ફરવા અને કપડાં ધોવા માટે ગયો હતો. પરિવારની મહિલાઓ જ્યારે કાંઠે કપડાં ધોઈ રહી હતી, ત્યારે પુરુષ સભ્યો નહાવા માટે પાણીમાં ઉતર્યા હતા. આ દરમિયાન 42 વર્ષીય મહેશભાઈ ધોરીયાનો અચાનક પગ લપસી જતાં તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પરિવારની નજર સામે જ મહેશભાઈ ગુમ થતાં સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. ગૂમ મહેશભાઈને શોધવા ફાયર વિભાગની જહેમત ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને સ્થાનિક તરવૈયાઓ મદદે દોડી આવ્યા હતા. તાત્કાલિક ફાયર વિભાગ અને સરકારી તંત્રને જાણ કરવામાં આવતા જૂનાગઢ ફાયર વિભાગની ટીમ અત્યાધુનિક સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ ફાયર બ્રિગેડ દ્વારા મહેશભાઈને શોધવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. તલાટી અને ગ્રામ પંચાયત દ્વારા આ અંગેનો પ્રાથમિક અહેવાલ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને સોંપવામાં આવ્યો છે. તંત્ર દ્વારા અગાઉ જ અપાઈ હતી ચેતવણી નોંધનીય છે કે, જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા હાલમાં જ ઓજત-2 ડેમના રિપેરિંગ માટે ખાસ સૂચના જાહેર કરવામાં આવી હતી. ડેમના 25 પૈકી 6 દરવાજાની મરામત કરવાની હોવાથી 30મી એપ્રિલથી અંદાજે 318 MCFT પાણી ધીમા પ્રવાહે નદીમાં છોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ પ્રક્રિયાને કારણે નદીના પટમાં પાણીનો પ્રવાહ અનિશ્ચિત હોવાથી જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના આશરે 49 ગામોને સાવધ રહેવા અને નદીના પટમાં ન ઉતરવા કડક અપીલ કરવામાં આવી હતી. લોકોએ સૂચનાઓનું પાલન કરવું જરૂરી તંત્ર દ્વારા આણંદપુર, શાપુર અને વંથલી જેવા નીચાણવાળા વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત અને સાવચેતીના પગલાં લેવાયા હોવા છતાં, આ દુર્ઘટના સર્જાતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મરામત કાર્યને કારણે નદી કે ડેમમાં જોખમ વધી જતું હોવાથી લોકોએ સુરક્ષા સૂચનાઓનું ચુસ્ત પાલન કરવું અનિવાર્ય બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગોતામાં લાયસન્સ વિનાના 23 પશુઓ પકડાયા:ગરમી વધતા પાણીજન્ય રોગચાળો વધ્યો, પશુ ભગાડી જતાં શખસ સામે ફરિયાદ નોંધાઈ
    Next Article
    Iran Fires 'Warning Shots' At US Warships In Strait Of Hormuz

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment