Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપનો પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં વિજય:મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરી, મીઠાઈ વહેંચી ઉજવણી કરી

    2 days ago

    પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયની ઉજવણી મોરબી જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે કાર્યકરોએ આતિશબાજી કરી અને એકબીજાને મીઠાઈ ખવડાવી વિજય ઉત્સવ મનાવ્યો હતો. દેશના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. જેમાં પશ્ચિમ બંગાળ, પોંડિચેરી અને આસામમાં ભાજપનો વિજય થયો હતો. આ ઉપરાંત, પેટા ચૂંટણીમાં ગુજરાતની ઉમરેઠ બેઠક પર પણ ભાજપે જીત મેળવી હતી. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતી રાજકોટિયા અને મહામંત્રી નિર્મલ જારીયાની આગેવાની હેઠળ મોરબીના શનાળા રોડ પર આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે વિજયોત્સવ યોજાયો હતો. આ ઉજવણીમાં રાજ્યના પૂર્વ મંત્રીઓ બ્રિજેશ મેરજા અને જયંતી કવાડિયા, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના ચૂંટાયેલા સભ્યો, તેમજ જિલ્લા અને શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતી રાજકોટિયાએ પશ્ચિમ બંગાળના લોકોનો ભાજપ પર અતૂટ વિશ્વાસ મૂકવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભાજપના પ્રચાર-પ્રસાર માટે રાત-દિવસ સંઘર્ષ કરનારા તમામ કાર્યકર્તાઓને પણ અભિનંદન પાઠવ્યા હતા. ઉજવણીના ભાગરૂપે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ આતિશબાજી કરી અને એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Editor's View: બંગાળમાં 83 વર્ષે હિન્દુ પોલિટિક્સ:મોદી-શાહનું 'મિશન ઇસ્ટ' આ રીતે પાર પડ્યું, તમિલનાડુમાં 6 દાયકા પછી મોટો અપસેટ, કેરલમ કૉંગ્રેસ માટે છેલ્લો ગઢ
    Next Article
    રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો:58 ટકાથી વધારી 60 ટકા કરાયું, 1 જાન્યુઆરી, 2026ની અસરથી ચૂકવણી કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment