Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો:58 ટકાથી વધારી 60 ટકા કરાયું, 1 જાન્યુઆરી, 2026ની અસરથી ચૂકવણી કરાશે

    2 days ago

    રાજ્ય સરકારના લાખો કર્મચારી અને પેન્શનરો માટે ખુશખબર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરાયો છે. કર્મચારીઓને અત્યાર સુધી જે 58 ટકા મોંઘવારી ભથ્થુ મળતું હતું તેની જગ્યાએ હવે 60 ટકા કરાયું છે. ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા 4 મે, 2026ના રોજ ગાંધીનગર ખાતેથી એક મહત્વપૂર્ણ ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે, જે અંતર્ગત રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાના દરમાં 2%નો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ સુધારો 1 જાન્યુઆરી, 2026થી અમલી ગણાશે, જેનો ઉદ્દેશ્ય સાતમા પગારપંચનો લાભ મેળવતા કર્મચારીઓને કેન્દ્ર સરકારના ધોરણો મુજબ આર્થિક રાહત આપવાનો છે. મોંઘવારી ભથ્થું 58% થી વધીને 60% કરાયું ભારત સરકારના 22 એપ્રિલ, 2026ના ઓફિસ મેમોરેન્ડમને અનુસરીને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. અગાઉ મોંઘવારી ભથ્થાનો દર 58% હતો, જે હવે વધીને કુલ 60% થયો છે. આ વધારાનો લાભ રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારીઓ, પેન્શનરો, અખિલ ભારતીય સેવા (A.I.S.) ના અધિકારીઓ તેમજ ગ્રાન્ટ-ઈન-એડ શાળાઓ અને સંસ્થાઓના શૈક્ષણિક તથા બિન-શૈક્ષણિક સ્ટાફને મળવાપાત્ર થશે. મોંઘવારી ભથ્થાનો અમલ મે-2026ના પગારથી કરાશે ચૂકવણીની પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરતા ઠરાવમાં જણાવાયું છે કે: વધારેલા મોંઘવારી ભથ્થાનો અમલ મે-2026ના પગારથી કરવામાં આવશે. જાન્યુઆરી-2026થી એપ્રિલ-2026 સુધીના ચાર મહિનાના તફાવતની (Arrears) રકમ મે માસના પગાર સાથે જૂન-2026માં રોકડમાં ચૂકવવામાં આવશે. હિસાબ કરતી વખતે 50 પૈસા કે તેથી વધુ રકમને એક રૂપિયા તરીકે ગણવામાં આવશે, જ્યારે 50 પૈસાથી ઓછી રકમને ધ્યાને લેવામાં આવશે નહીં. આ હુકમનો વ્યાપ પ્રાથમિક શિક્ષકો અને પંચાયત હેઠળના પ્રતિનિયુક્તિ પરના કર્મચારીઓને પણ આવરી લે છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપનો પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં વિજય:મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરી, મીઠાઈ વહેંચી ઉજવણી કરી
    Next Article
    બંગાળમાં કમળ ખીલતા જૂનાગઢમાં ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડ્યા:ગૌરવ રૂપારેલીયાએ જીતને કાર્યકરોનું બલિદાન અને શ્યામાપ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ ગણાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment