Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેટરી સ્કુટરની ચાવી બનાવવા આવેલો સરદારજી તિજોરી સાફ કરી રફુચક્કર:રસાલા કેમ્પના રહિશના સોનાના દાગીના ઉઠાવી ગયો, એક મહિને ખબર પડી ને ફરિયાદ નોંધાઈ

    9 hours ago

    ભાવનગરના રસાલા કેમ્પમાં રહેતા જીતેન્દ્ર રાજાણીના ઘરે ગત 6 ફેબ્રુઆરીના રોજ બેટરી સ્કૂટરની ચાવી બનાવવાના બહાને આવેલા એક અજાણ્યા સરદારજીએ તિજોરીની ચાવી મેળવી રૂા. 1.65 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી હતી. શખ્સે ચાવી વળી ગઈ હોવાનું બહાનું બતાવી વિશ્વાસમાં લીધા બાદ એક મહિના પછી જ્યારે તિજોરી ખોલવામાં આવી ત્યારે ચોરીનો આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ચાવી સીધી કરવાના બહાને ઘરમાં પ્રવેશ કર્યો બનાવની વિગત મુજબ, રસાલા કેમ્પ વિસ્તારમાં ડીએસપી ઓફિસ સામે રહેતા જીતેન્દ્રભાઈએ ઘર પાસેથી પસાર થતા ચાવી બનાવવા વાળા શખ્સને પોતાના સ્કૂટરની ચાવી બનાવવા માટે બોલાવ્યો હતો. આ શખ્સે 'મોટી ચાવીની જરૂર પડશે' તેમ કહી ફરિયાદી પાસેથી કબાટની તિજોરીની ચાવી મેળવી લીધી હતી. ત્યારબાદ, ચાવી વાંકી વળી ગઈ હોવાનું નાટક કરી, તેને સીધી કરવાના બહાને તે ઘરમાં પ્રવેશ્યો હતો. વાતોમાં રાખી તિજોરીમાંથી હાથફેરો કર્યો ચાલાકી પૂર્વક પરિવારને વાતોમાં રાખી તેણે તિજોરીમાંથી હાથફેરો કર્યો હતો. જતી વખતે તેણે ફરિયાદીની પત્નીને રોકડ રૂા. 2,000 આપ્યા હતા અને 'ચાવી હજુ સીધી થઈ નથી, હું આવતીકાલે રિપેર કરીને આપી જઈશ, ત્યાં સુધી કોઈને બોલાવતા નહીં' તેમ કહીને તિજોરીની ચાવી પોતાની સાથે લઈ રફુચક્કર થઈ ગયો હતો. એક મહિના બાદ ભોગ બનનાર પરિવારને થઈ જાણ ચાવી બનાવવા ગયેલો શખ્સ લાંબો સમય સુધી પરત ન ફરતા, અંતે પરિવારે અન્ય એક ચાવી બનાવનાર વ્યક્તિને બોલાવીને તિજોરી ખોલાવી હતી. તિજોરી ખુલતા જ અંદર રાખેલ સામાન ગાયબ જોઈ પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. 1.65 લાખના મત્તાની ચોરી તપાસ કરતા જાણવા મળ્યું કે તિજોરીમાંથી સોનાની બે બંગડી, ત્રણ વીંટી, ચેઈન અને બે ધાતુના પાટલા કુલ રૂા. 1,65,000ની મતાની ચોરી થઈ હતી. સરદારજી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો આ અંગે જીતેન્દ્રભાઈ રાજાણીએ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા સરદારજી શખ્સ વિરુદ્ધ BNS એક્ટ 305(A) અને 331(1) મુજબ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે આ શાતિર ચોરને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    બંગાળમાં ભાજપના ભવ્ય વિજયની જૂનાગઢમાં ઉજવણી.:બંગાળમાં કમળ ખીલતા ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડ્યા, ગૌરવ રૂપારેલીયાએ જીતને કાર્યકરોનું બલિદાન અને શ્યામાપ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ ગણાવી.
    Next Article
    बीजेपी से लड़ते हुए विजय जीत गए, ममता हार गईं। तमिलनाडु में पहली बार ईसाई CM

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment