Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળમાં ભાજપના ભવ્ય વિજયની જૂનાગઢમાં ઉજવણી.:બંગાળમાં કમળ ખીલતા ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડ્યા, ગૌરવ રૂપારેલીયાએ જીતને કાર્યકરોનું બલિદાન અને શ્યામાપ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ ગણાવી.

    2 days ago

    ​પશ્ચિમ બંગાળમાં 'કમળ' ખીલતા જૂનાગઢમાં દિવાળી જેવો માહોલ: ઝાલમુરી વહેંચી વિજયોત્સવ મનાવાયો ​જૂનાગઢ: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયના પડઘા છેક સૌરાષ્ટ્રના જૂનાગઢ સુધી પડ્યા છે. બંગાળમાં ભાજપની જીત નક્કી થતા જ જૂનાગઢ શહેર ભાજપ દ્વારા ફટાકડા ફોડી, આતશબાજી કરી અને બંગાળની પ્રખ્યાત 'ઝાલમુરી' વહેંચીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગો પર કાર્યકરો ઉમટી પડ્યા હતા અને કેસરીયો માહોલ સર્જાયો હતો. જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "આ જીત દેશના ઇતિહાસની સૌથી મોટી જીત છે. આઝાદી બાદ જે રાજ્ય સુરક્ષા, કથળતી વ્યવસ્થા અને જંગલરાજથી પીડાતું હતું, તેને આજે મુક્તિ મળી છે. બંગાળમાં હવે ભગવાધારીઓનું શાસન આવ્યું છે. આ વિજયનો ઉત્સાહ માત્ર બંગાળ પૂરતો સીમિત નથી, પરંતુ સમગ્ર દેશમાં એક અલગ પ્રકારનો ઉમંગ જોવા મળી રહ્યો છે. ગૌરવ રૂપારેલીયાએ વધુમાં ઉમેર્યું હતું કે, આ જીત વાસ્તવમાં ભાજપના પાયાના કાર્યકર્તાઓની છે. પશ્ચિમ બંગાળમાં ભાજપની વિચારધારાને જીવંત રાખવા માટે અનેક કાર્યકરોએ પોતાના બલિદાન આપ્યા છે. આ જીત એ શહીદ કાર્યકરોને સાચી શ્રદ્ધાંજલિ છે. તેમણે જનસંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને યાદ કરતા કહ્યું કે, જેમણે 'એક દેશ મેં દો પ્રધાન, દો વિધાન, દો નિશાન નહીં ચલેગા'નો નારો આપ્યો હતો, તેમના જ વતન બંગાળની ધરતી પર આજે કમળ ખીલ્યું છે, જે ઐતિહાસિક ક્ષણ છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને યાદ કરતા તેમણે કહ્યું કે, 40 વર્ષ પહેલા અટલજીએ કહ્યું હતું કે, "અંધેરા છંટ જાયેગા, સૂરજ નિકલેગા ઓર કમલ ખીલેગા." આજે એ શબ્દો સાચા સાબિત થયા છે. જૂનાગઢમાં પણ કાર્યકરોમાં એવો ઉત્સાહ છે જાણે તેઓ પોતે જ બંગાળની ધરતી પર લડીને જીત્યા હોય. ​ઝાલમુરી અને ફટાકડા સાથે અનોખી ઉજવણી જૂનાગઢ ભાજપ દ્વારા આ જીતને અનોખી રીતે ઉજવવામાં આવી હતી. પશ્ચિમ બંગાળની પ્રખ્યાત વાનગી 'ઝાલમુરી' જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બંગાળ પ્રવાસ દરમિયાન માણી હતી, તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ મીઠાઈ વહેંચી અને ફટાકડા ફોડીને ઉત્સવ મનાવ્યો હતો. આ ઉજવણીમાં આસામ, પોન્ડિચેરી અને ગુજરાતની ઉમરેઠ બેઠકની જીતનો આનંદ પણ ભળ્યો હતો. બંગાળની આ ચૂંટણીમાં જૂનાગઢ મહાનગરના 20 અને ગુજરાતના કુલ 500 જેટલા કાર્યકરો ભુવનેશ્વરી સીટ પર, જ્યાં મમતા બેનર્જી ચૂંટણી લડી રહ્યા હતા, ત્યાં પ્રચાર માટે ગયા હતા. 20 દિવસ સુધી જીવના જોખમે તનતોડ મહેનત કરનાર આ કાર્યકરોની મહેનત આજે રંગ લાવી છે. ગૌરવ રૂપારેલીયાએ આ તમામ કાર્યકરોને વંદન કરી અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:કોંગ્રેસના ઉમેદવાર કોર્પોરેશનની ચૂંટણી જીત્યા છતાં દાવ થઈ ગયો, સા.પ્ર.ના પરિણામમાં શહેર સૌથી પાછળ
    Next Article
    બેટરી સ્કુટરની ચાવી બનાવવા આવેલો સરદારજી તિજોરી સાફ કરી રફુચક્કર:રસાલા કેમ્પના રહિશના સોનાના દાગીના ઉઠાવી ગયો, એક મહિને ખબર પડી ને ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment