Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપની જીતનો ભરૂચમાં ઉત્સવ:પાંચ રાજ્યોમાં ભાજપના પ્રદર્શન બાદ ઉજવણી, કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ

    8 hours ago

    પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નોંધપાત્ર પ્રદર્શન બાદ ભરૂચ જિલ્લામાં ભાજપ દ્વારા ઉજવણી કરાઈ હતી. શહેરના પાંચબત્તી વિસ્તારમાં કાર્યકરોએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી આનંદ વ્યક્ત કર્યો હતો. પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં યોજાયેલી ચૂંટણીના પરિણામોને પગલે કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ આગેવાનો અને કાર્યકરોએ ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરી 'વંદે માતરમ' અને 'ભારત માતા કી જય' જેવા નારા લગાવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું કે, આ પરિણામો જનતાના વિશ્વાસનું પ્રતિબિંબ છે. તેમણે ચૂંટણીના પરિણામોને લોકસમર્થનનો વિજય ગણાવ્યો. આ ઉજવણીમાં જિલ્લા મહામંત્રી પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર, યુવા પ્રમુખ શક્તિસિંહ પરમાર, શહેર પ્રમુખ જતીન પટેલ અને પરેશ લાડ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    ‘આયુષ્માન આરોગ્ય મંદિર’ સાથે હવે જન આરોગ્ય સમિતિનું ગઠન ફરજિયાત:સ્થાનિક સ્વરાજ સંસ્થાના વોર્ડ સભ્યને અધ્યક્ષ બનાવાશે, બિન-સરકારી સભ્યોનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે
    Next Article
    જામનગર કોર્ટનો પોરબંદરના ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં ચુકાદો:12 દોષિતને 5થી 7 વર્ષની કેદ, દાઉદ ઈબ્રાહિમ સહિત 15 આરોપી ભાગેડુ; 1993ના મુંબઈ બ્લાસ્ટ સાથે કનેક્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment