Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વકર્માએ ભાંગરો વાટ્યો, કહ્યું-રવિન્દ્રનાથ ટાગોરે વંદે માતરમ ગીતની રચના કરી:કમલમમાં ઝાલમુરી ઝાપટીને ભાજપ નેતાઓની ઉજવણી, વડોદરામાં યુવાનોએ મમતાના ફોટા પગથી કચડ્યા

    14 hours ago

    પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોમાં ભાજપ જીત તરફ જણાતા ગુજરાતના પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપના નેતાઓએ પશ્ચિમ બંગાળની પ્રખ્યાત વાનગી ઝાલમુરી ઝાપટીને અનોખી રીતે જીતની ઉજવણી કરી છે. જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદિશ વિશ્વકર્માએ જીતની ખુશીમાં ભાંગરો વાટતા કહ્યું કે, રવિન્દ્રનાથ ટાગોરે વંદે માતરમ ગીતની રચના કરી હતી. ઉલ્લેખનીય છે કે, ભારતના રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્'ના રચયિતા પ્રખ્યાત બંગાળી લેખક અને કવિ બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય (ચેટર્જી)છે. તેને આ ગીત 1870ના દાયકામાં રચ્યું હતું અને તે મૂળરૂપે 1882માં તેમની પ્રસિદ્ધ નવલકથા 'આનંદમઠ'માં પ્રકાશિત થયું હતું. 'વિજયનો શ્રેય બંગાળની જનતા અને માતા બહેનોનો છે' - જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આજે પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક પરિણામ બદલ ત્યાંની જનતાનો આભાર માનું છું. બંગાળની જનતા અને કાર્યકર્તાઓની જીત છે. દેશની 140 કરોડ જનતા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કામ કરી રહ્યા ત્યારે આ વિજય થયો છે. પશ્ચિમ બંગાળની માતૃ શક્તિનો વિજય થયો છે. વડાપ્રધાન મોદીએ આખા દેશમાં વંદેમાતરમ ગવાય તેની નેમ ઉપાડી અને લોકોએ તેને પહોંચાડ્યું છે. આ વિજયનો શ્રેય બંગાળની જનતા અને માતા બહેનોનો છે. ગુજરાતમાં પેટા ચૂંટણીમાં ઉમરેઠમાં પણ ભાજપમાં વિજય થયો છે. 'ભવ્ય જીત બદલ PM નરેન્દ્ર મોદીનો આભાર માનું છું' રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પશ્ચિમ બંગાળમાં ભાજપની ભવ્ય જીતને લઈને જણાવ્યું હતું કે, દેશની જ્યાં સૌથી વધુ નજર હતી એવા પશ્ચિમ બંગાળમાં ભાજપની ભવ્ય જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. વિકાસની રાજનીતિ અને વિકસિત ભારતનો સંકલ્પ ખૂબ સારી રીતે આગળ વધી રહ્યો છે. ભાજપનો કાર્યકર્તા દરેક ચૂંટણીમાં મહેનત કરે છે ત્યારે દરેક કાર્યકર્તાને અભિનંદન પાઠવું છું. બંગાળના લોકોને જંગલરાજમાંથી મુકિત મળી- હર્ષ સંઘવી પશ્ચિમ બંગાળમાં ભાજપના ભવ્ય જીતને લઈને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, બંગાળના નાગરિકોની ભવ્ય જીત થઈ છે. બંગાળના લોકોને જંગલરાજમાંથી મુકિત મળી છે. હવે બંગાળને દરેક યોજનાઓ મળશે. આજે બંગાળમાં ભાજપને ઐતિહાસિક જીત મળી છે. પશ્ચિમ બંગાળની જીત દેશની રાજનીતિની સૌથી મોટી અને ઐતિહાસિક જીત છે. ભાજપના તમામ સાથીઓને અભિનંદન આપું છું. અનેક લોકોએ માતા પિતા અને દીકરા દીકરી ગુમાવ્યા છે ત્યારે દરેકને અભિનંદન આપું છું. પાંચેય રાજ્યમાં દરેક કાર્યકર્તાઓએ કામ કર્યું એ સરાહનીય કામ છે. ઉમરેઠ વિધાનસભામાં જીત બદલ પણ અભિનંદન પાઠવું છું. બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા કાર્યકર્તાઓએ ઉજવણી કરી સુરતના વિવિધ વિસ્તારોમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને 'વંદે માતરમ', 'ભારત માતા કી જય' તેમજ 'જય શ્રી રામ'ના ગગનભેદી નારાઓ સાથે વાતાવરણ ગજવી દીધું હતું. આ વિજયોત્સવ દરમિયાન કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને એકબીજાનું મોઢું મીઠું કરાવીને પક્ષની જીતની ભવ્ય ઉજવણી કરી હતી. ચૂંટણીના આ સકારાત્મક વલણોને પગલે કાર્યકર્તાઓમાં નવો જોમ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈને પક્ષની ભવ્ય સફળતાની ઉજવણી કરી હતી. ખાસ કરીને ભાજપના કાર્યકર્તા જેઓ છેલ્લા બે મહિનાથી પશ્ચિમ બંગાળમાં ચૂંટણીલક્ષી પ્રચાર અને પ્રસારની જવાબદારી સંભાળી રહ્યા હતા. તેમની મહેનત રંગ લાવતા કાર્યકર્તાઓમાં વિશેષ આનંદ જોવા મળ્યો હતો. પશ્ચિમ બંગાળ સહિતના અન્ય રાજ્યોમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે વિજય ભણી આગળ વધી રહી હોવાના સમાચાર મળતા જ સુરતના રસ્તાઓ પર ઉત્સાહ અને હર્ષોલ્લાસનો માહોલ સર્જાયો હતો.
    Click here to Read More
    Previous Article
    બંગાળમાં ભાજપ 193 બેઠકો પર આગળ, 7 જીતી:મમતા અને સુવેન્દુ ભવાનીપુર કાઉન્ટિંગ સેન્ટર પહોંચ્યા; બહાર ભારે ફોર્સ તૈનાત
    Next Article
    ઝાલોરનો બાળક બેભાન હાલતમાં હોસ્પિટલ આવ્યો:PICU ટીમે 15 દિવસની સારવાર બાદ નવજીવન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment