Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝાલોરનો બાળક બેભાન હાલતમાં હોસ્પિટલ આવ્યો:PICU ટીમે 15 દિવસની સારવાર બાદ નવજીવન આપ્યું

    8 hours ago

    ઝાલોરના એક વર્ષીય રિયાંશ તાવિયાડને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ (PICU) માં 15 દિવસની સઘન સારવાર બાદ બાળક સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યો છે. રિયાંશને શરૂઆતમાં બે દિવસથી તાવ, ઉધરસ અને શરદી હતી. ત્યારબાદ એક દિવસથી તેને શ્વાસ લેવામાં અતિશય તકલીફ થવા લાગી, જેના કારણે તેની સ્થિતિ ગંભીર બની હતી. બાળકને બેભાન અવસ્થામાં હોસ્પિટલ લાવવામાં આવતા મેડિકલ ટીમે તાત્કાલિક શ્વાસ સહાય પૂરી પાડી હતી. બાળકની કથળતી સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને તુરંત PICU માં ખસેડવામાં આવ્યો. ત્યાં તેને ઇન્ટ્યુબેટ કરીને મિકેનિકલ વેન્ટિલેશન પર રાખવાનો નિર્ણય લેવાયો હતો. સારવાર દરમિયાન બાળકની સ્થિતિ વધુ જટિલ બની હતી અને તેને 'શોક' (Shock) ની સ્થિતિ વિકસી હતી. તાત્કાલિક ઇનોટ્રોપિક સપોર્ટ શરૂ કરવામાં આવ્યો અને શરીરમાં ફેલાયેલા ચેપને નિયંત્રિત કરવા માટે બ્રોડ-સ્પેક્ટ્રમ એન્ટિબાયોટિક્સ આપવામાં આવી. સતત મોનિટરિંગ અને ત્રણ દિવસ સુધી વેન્ટિલેટર સપોર્ટ પર રાખ્યા બાદ રિયાંશની તબિયતમાં સુધારો જોવા મળ્યો. તેને સફળતાપૂર્વક એક્સ્ટ્યુબેટ કરવામાં આવ્યો અને ઓક્સિજન સપોર્ટ માટે હાઈ ફ્લો નેસલ કેન્યુલા (HFNC) પર રાખવામાં આવ્યો. ધીમે ધીમે તેની ઓક્સિજનની જરૂરિયાત ઘટતા તેને સપોર્ટમાંથી મુક્ત કરવામાં આવ્યો. બાળકની સ્થિતિ સ્થિર થયા બાદ તેને જનરલ બાળરોગ વોર્ડમાં રિફર કરવામાં આવ્યો. મેડિકલ તપાસ દરમિયાન તેનું 'સિવિયર એક્યુટ માલન્યુટ્રિશન' (SAM) તરીકે નિદાન થયું. તેને વિશેષ પૌષ્ટિક આહાર અને પૂરક સારવાર પૂરી પાડવામાં આવી. પંદર દિવસ સુધી ડોકટરો અને નર્સિંગ સ્ટાફની સઘન દેખરેખ હેઠળ રહ્યા બાદ રિયાંશ સંપૂર્ણપણે સ્વસ્થ થયો, અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.
    Click here to Read More
    Previous Article
    વિશ્વકર્માએ ભાંગરો વાટ્યો, કહ્યું-રવિન્દ્રનાથ ટાગોરે વંદે માતરમ ગીતની રચના કરી:કમલમમાં ઝાલમુરી ઝાપટીને ભાજપ નેતાઓની ઉજવણી, વડોદરામાં યુવાનોએ મમતાના ફોટા પગથી કચડ્યા
    Next Article
    બાલીસણામાં વઢિયાર સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન:સ્પર્ધામાં 12 ટીમોએ ભાગ લીધો, ગર્વ ઇલેવનની ટીમ ચેમ્પિયન બની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment