Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં પ્રાથમિક શિક્ષક સંઘનું અધિવેશન યોજાયું:ધારાસભ્ય રીટાબેન પટેલના અધ્યક્ષસ્થાને શિક્ષકોના પ્રશ્નોની ચર્ચા થઈ

    11 hours ago

    ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના ગાંધીનગર એકમ દ્વારા 30 એપ્રિલ, 2026ના રોજ ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોનું અધિવેશન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ધારાસભ્ય રીટાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. અધિવેશનમાં મેયર મીરાબેન પટેલ ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન કિંજલભાઈ પટેલ, શાસનાધિકારી પૂર્વેશભાઈ પટેલ, ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા, મહામંત્રી એચ.કે. દેસાઈ, બેંકના ડાયરેક્ટર તન્વીબેન પટેલ, મહાનગર પાલિકા સંઘના પ્રમુખ મહેશભાઈ પટેલ અને મહામંત્રી રોહિતભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. કેળવણીકાર સંજયભાઈ થોરાટ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મેયર મીરાબેન પટેલે સંઘના આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. ધારાસભ્ય રીટાબેન પટેલે જણાવ્યું હતું કે, શિક્ષકોના વિવિધ પ્રશ્નોમાં સરકાર હંમેશા હકારાત્મક સહયોગ આપે છે અને તેઓ આવા પ્રશ્નોના ઉકેલ માટે તત્પર છે. તેમણે આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર શિક્ષણ અને તેમાં શિક્ષકોની ભૂમિકાની અગત્યતા પર ભાર મૂક્યો હતો. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયાએ સંઘની રાજ્યવ્યાપી કામગીરી અને વિવિધ પ્રશ્નોના નિરાકરણમાં સંઘની ભૂમિકા અંગે પ્રાસંગિક સંબોધન કર્યું હતું. તેમણે અધિવેશનના સફળ આયોજન બદલ પણ શુભેચ્છાઓ પાઠવી હતી. આ અધિવેશનમાં મોટી સંખ્યામાં શિક્ષક ભાઈઓ અને બહેનોએ હાજરી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંઘના તમામ હોદ્દેદારો અને આયોજક મિત્રોએ જહેમત ઉઠાવી હતી. શ્રી મીઠાભાઈ પટેલ અને શ્રી ગૌતમભાઈ પટેલ સહિત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નવસારી ST ડેપો પાસે બસ-બુલેટ અકસ્માત:યુવાન બસ નીચે આવતા રહી ગયો, માથામાં ગંભીર ઈજા; CCTV સામે આવ્યા
    Next Article
    ચૈતન્ય ટ્રસ્ટ દ્વારા 100 ફળદાર વૃક્ષોનું રોપણ:વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે જામનગરમાં કાર્યક્રમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment