Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં પાર્કિંગ બાબતે યુવકની હત્યા:માધવપુરમાં ચાર શખ્સોએ ટુ વ્હીલર પાર્ક કરવા બાબતે સળિયા અને બેલ્ટથી હુમલો કરી યુવકનું ઢીમ ઢાળી દીધું

    2 days ago

    અમદાવાદ શહેરના માધવપુરા વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતાં યુવકની કરુણ હત્યાનો બનાવ સામે આવ્યો છે. ચાંદખેડા વિસ્તારના ભોલાભાઈ પાર્કમાં રહેતા સંદીપ મિશ્રાએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ઈન્દ્રજીત પટેલ, આકાશ પટેલ, આકાશ રાઉત અને લાલીપ્રસાદ વિરુદ્ધ પોતાના મોટા ભાઈ મિથિલેશ ઉર્ફે મુન્નોની હત્યાની ફરિયાદ નોંધાવી છે. વાહન પાર્કિંગ જેવી સામાન્ય બાબતે હત્યા મૂળ ઉત્તરપ્રદેશના વતની સંદીપ મિશ્રા લાંબા સમયથી અમદાવાદમાં પરિવાર સાથે રહે છે. સંદીપ ગઈકાલે માધવપુરા માર્કેટ વિસ્તારમાં પોતાના કામકાજમાં વ્યસ્ત હતો, ત્યારે અચાનક 108 એમ્બ્યુલન્સ ત્યાં આવીને ઉભી રહી. આસપાસ ભીડ એકઠી થતી જોઈ સંદીપ પણ શુ થયુ છે તે જાણવા ત્યા પહોંચ્યો હતો.જ્યાં પહોંચતા જ તેની આંખો સામે જે દૃશ્ય આવ્યું તે જોઈ તે સ્તબ્ધ બની ગયો કારણકે લોહીથી લથબથ હાલતમાં તેનો મોટો ભાઈ મિથિલેશ જમીન પર પડ્યો હતો.ઘટનાસ્થળે હાજર 108ના કર્મચારીઓએ મિથિલેશને તપાસ્યા બાદ મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, મિથિલેશ અને આરોપીઓ વચ્ચે ટુવ્હિલર પાર્કિંગ બાબતે બોલાચાલી થઈ હતી. બોલેરો પીકઅપ ડાલુ ચલાવતા ઈન્દ્રજીત પટેલ, આકાશ પટેલ, લાલીપ્રસાદ અને આકાશ રાઉત સાથે થયેલી આ બોલાચાલી થોડી જ વારમાં ઉગ્ર બની ગઈ હતી. સાક્ષીઓના કહેવા મુજબ, આરોપીઓએ ગુસ્સામાં આવીને મિથિલેશ પર પાઈપ, લોખંડના સળીયા અને બેલ્ટથી હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે મિથિલેશ ગંભીર રીતે લોહીલુહાણ થઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં જ માધવપુરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.પોલીસે સ્થળનો પંચનામું કરીને પુરાવા એકત્રિત કર્યા છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી જિલ્લો ધોરણ 12 સાયન્સમાં રાજ્યમાં પ્રથમ:94.85% પરિણામ સાથે સતત ચોથા વર્ષે અવ્વલ, સામાન્ય પ્રવાહમાં 96.23%
    Next Article
    બેટ દ્વારકાના દરિયાએ 2500 વર્ષ જૂના રહસ્યો ખોલ્યા:20 મીટર ઊંડા પાણીમાંથી વિદેશી સિક્કા-કિંમતી અવશેષો મળ્યા!; રોમન સામ્રાજ્ય સાથે જોડાયેલા હતા દ્વારકાના તાર!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment