Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતો માટે સિંહ બન્યા 'મિત્ર':ધારીના ઝર ગામમાં કેસર કેરીના બગીચાની રખેવાળી કરતા જોવા મળ્યા; 'કેસર' ને 'કેસરી'નો સંગમ આકર્ષણનું કેન્દ્ર

    2 days ago

    સામાન્ય રીતે આંબાના બગીચામાં જ્યારે કેસર કેરીનો પાક તૈયાર થાય, ત્યારે ખેડૂતો હજારો રૂપિયાનો ખર્ચ કરીને સિક્યુરિટી ગાર્ડ કે રખેવાળો રાખતા હોય છે. પરંતુ અમરેલી જિલ્લાના ધારી ગીર વિસ્તારમાં આવેલા ઝર ગામમાં કુદરતનો એક એવો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે, જ્યાં કોઈ માણસ નહીં પણ સાક્ષાત વનરાજ કેસર કેરીના બગીચાની ચોકી કરી રહ્યા છે. સિંહ પરિવારનું કાયમી સરનામું આંબાવાડી ઝર ગામની સીમમાં આવેલી આંબાવાડીઓમાં અત્યારે કેસર કેરીની મધમધતી સુગંધ પ્રસરેલી છે. આ સુગંધ વચ્ચે ગીરના રાજાની ડણક પણ સંભળાઈ રહી છે. અહીં એક સિંહણ અને તેના ત્રણ પાઠડા (યુવાન સિંહો)એ આંબાના બગીચાને જ પોતાનું ઘર બનાવી લીધું છે. ખેડૂતો માટે સિંહ બન્યા 'મિત્ર' સામાન્ય રીતે સિંહને જોઈને લોકોના પરસેવા છૂટી જતા હોય છે, પરંતુ અહીંના ખેડૂતો અને ઇજારદારો સિંહોની હાજરીથી ખુશખુશાલ છે. ખેડૂત અનવરભાઈ લલિયા અને લિયાક્તભાઈ લલિયા જણાવે છે કે, સિંહોના કારણે તેમનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે. નીલગાય અને ભૂંડનો ત્રાસ ખતમ બગીચામાં અગાઉ નીલગાય (રોઝ) અને જંગલી ભૂંડનો ભારે ત્રાસ હતો, જેઓ પાકને મોટું નુકસાન પહોંચાડતા હતા. પરંતુ જ્યારથી સિંહ પરિવારે અહીં ધામા નાખ્યા છે, ત્યારથી આ જંગલી જનાવરો ભાગી ગયા છે. આમ, સિંહો કોઈપણ પગાર લીધા વિના બગીચાના કુદરતી રક્ષક બની ગયા છે. પિયુષભાઈ વાજા (ઇજારદાર)એ જણાવ્યું હતું કે, જે પાણી સિંહ પીએ છે, એ જ પાણી અમે આંબાને પાઈએ છીએ. કેસરી સિંહ અને કેસર કેરીનું આ અનોખું જોડાણ છે. સહ-અસ્તિત્વની મિસાલ: ભય નહીં, પણ તાલમેલ આ વિસ્તારમાં માણસો અને વન્યજીવો વચ્ચે અદભૂત તાલમેલ જોવા મળે છે. જ્યારે મજૂરો બગીચામાં કામ કરતા હોય ત્યારે સિંહો શાંતિથી બેઠા હોય છે. ખેડૂતો પણ પૂરતી સાવચેતી રાખે છે અને વન વિભાગ પણ આ સિંહ પરિવારની હિલચાલ પર સતત નજર રાખી રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે જો વન્યજીવોને છંછેડવામાં ન આવે, તો તે મનુષ્ય માટે રક્ષક સમાન સાબિત થાય છે. 'કેસર' અને 'કેસરી'નો સંગમ આકર્ષણનું કેન્દ્ર ગિરની આ ધરા પર 'કેસર' અને 'કેસરી'નો આ સંગમ પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જ્યાં એક તરફ વન્યજીવ અને માનવ સંઘર્ષની વાતો આવતી હોય છે, ત્યાં ધારીનું ઝર ગામ વિશ્વને 'સહ-અસ્તિત્વ'નો સાચો પાઠ ભણાવી રહ્યું છે. ખેડૂતો માટે આ ડાલામથા સિંહો આજે આશીર્વાદ સમાન સાબિત થયા છે.
    Click here to Read More
    Previous Article
    સુરત SBI 50 લાખ લૂંટમાં પોલીસ હજુ બાઈક સુધી પહોંચી:શાતિર લૂંટારુઓએ બોગસ આધારકાર્ડથી તેલંગણાનું બાઈક ખરીદ્યુ અને રાંદેરમાં રુમ રાખ્યાનું સામે આવ્યું
    Next Article
    સરદાર પટેલ નગરમાં માતૃશક્તિ દ્વારા સત્સંગ યોજાયો:ગોપી સત્સંગ મંડળે કૃષ્ણ ભજન સંધ્યાનું આયોજન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment