Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેની લડાઈમાં ત્રીજો ફાવશે?:મહાનગરપાલિકાના મેયર, સ્થાયી ચેરમેનની રેસમાં વિવાદિત નામો કપાશે, સંગઠન કોર્પોરેશન પર પોતાનું પ્રભુત્વ રાખવા પ્રયાસ કરશે

    7 hours ago

    વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી બાદ મેયર, ચેરમેન સહિતના પદાધિકારીઓ કોણ બનશે તેની ચર્ચાએ જોર પકડ્યું હતું. ભાજપ દ્વારા આ અંગે સેન્સ પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે એક બે દિવસમાં નામો ઉપર ચર્ચા વિચારણા કરી જાહેરાત કરવામાં આવશે. જોકે, આમ તો ફિક્સ દેખાતી આ બાજીમાં ભાજપ પોતાની પ્રણાલી પ્રમાણે કોઈ ચોંકાવનારું જ નામ મૂકે એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે. બેની લડાઈમાં કોઈ ત્રીજો જ ફાવી જાય તો નવાઈ નહીં. મેયર પદ માટે SC અનામત બેઠક પાલિકાના મેયર પદ આ વખતે SC અનામત છે. બીજા અઢી વર્ષની ટર્મ સ્ત્રી માટે હોવાથી સંભવતઃ આ વખતે SC પુરુષને મેયર બનાવાય. જોકે, હાલમાં જે નામો ચર્ચામાં છે તે તમામનો છેદ ઉડાવીને મહિલા મેયર પણ મૂકી શકે છે. હાલમાં સૌથી વધુ ચર્ચામાં રહેલું નામ સમીર વાઘેલાનું છે તો પૂર્વ મેયરના અંગત કહેવાતા ચેતન પરમારનું નામ પણ ચર્ચામાં છે. તો અન્ય એક નામ અજય ડાભીનું પણ ચાલી રહ્યું છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન ધારાસભ્યોએ પોતાના અભિપ્રાય આપી દીધા છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ અભિપ્રાય આપ્યા છે ત્યારે હવે મેયર કોને બનાવવા તે હવે મોવડીમંડળ નક્કી કરશે. ચેરમેન પદે વિવાદાસ્પદ નામોના બદલે ભણેલા-ગણેલા નિર્વિવાદી ઉમેદવાર મહાનગરપાલિકામાં આમ તો ચેરમેન પદ ખુબ મહત્વનું ગણાય છે કારણ કે, મેયર, ડેપ્યુટી મેયર કરતા સ્થાયી સમિતિના ચેરમેનની શહેરના વિકાસ માટેના કામો મંજુર કરવાની મોટી જવાબદારી હોય છે. ચેરમેન પડે હાલમાં વોર્ડ 4 ના અજિત દધીચ અને વોર્ડ 10ના નીતિન દોંગાનું નામ ચાલી રહ્યું છે. જો કે અંતરંગ વર્તુળોના જણાવ્યા અનુસાર આ બંને સભ્યો વડોદરા બહારના છે આ ઉપરાંત તેઓ ગત ટર્મમાં અથવા તો ચૂંટણી પહેલા કોઈક ને કોઈક વિવાદમાં આવ્યા છે. ત્યારે ચેરમેન તરીકે કોઈ વિવાદમાં આવ્યો ન હોય તેવો ચહેરો અને ભણેલા ગણેલા સભ્ય ઉપર પસંદગી ઢોળાઈ શકે છે. અને આ પસંદગીમાં સંઘ અને સંગઠન ઉપરાંત ધારાસભ્યની પણ સહમતી હશે જ. વોર્ડ 7માંથી જીતેલા આદિત્ય પટેલનું નામ હાલ ચેરમેન તરીકે પુનઃ ચર્ચામાં આવ્યું છે. સ્થાયી સમિતિ પર એક મોનિટર મૂકાય એવી શક્યતા મહાનગરપાલિકામાં ગત ટર્મના બોર્ડે સંગઠનને પણ ધ્યાને ન લીધું હોય તેવા નિર્ણયો કર્યા હતા. કેટલાક મનસ્વી નિર્ણયોના કારણે પક્ષની છબી ખરડાય એવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે, આગામી સમયમાં 2027ની ચૂંટણી આવી રહી છે ત્યારે સંગઠન કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા માગતું નથી અને તેના કારણે સ્થાયી સમિતિ ઉપર એક મોનિટર ગોઠવાય એવી પણ ચર્ચા ચાલી રહી છે. આ મોનિટર સંગઠનમાંથી કોઈ સિનિયર નેતા હોઈ શકે છે. જેની દેખરેખ હેઠળ જ તમામ નિર્ણયો લેવાય અને જે પક્ષ અને શહેરના હિતમાં હોય.
    Click here to Read More
    Previous Article
    એસટી બસ કંડક્ટરનું મોટરસાયકલ ચોરાયું:સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ વર્કશોપ પાસેથી બાઈકની ચોરી, પોલીસ ફરિયાદ
    Next Article
    HPBOSE Class 12th Result 2026: How to check results at hpbose.org, IE Education?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment