Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એસટી બસ કંડક્ટરનું મોટરસાયકલ ચોરાયું:સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ વર્કશોપ પાસેથી બાઈકની ચોરી, પોલીસ ફરિયાદ

    8 hours ago

    સુરેન્દ્રનગર ST બસ સ્ટેન્ડના વર્કશોપ નજીકથી એક મોટરસાયકલની ચોરી થઈ છે. આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. શહેરમાં બાઈક ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ, રણજીતનગર નજીક ઉમા ટાઉનશીપમાં રહેતા બિહારીભાઈ હરીદાનભાઈ ગઢવી, જેઓ છેલ્લા 15 વર્ષથી સુરેન્દ્રનગર ST ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવે છે, તેમનું મોટરસાયકલ ચોરાયું છે. બિહારીભાઈએ પોતાનું કાળા કલરનું હિરો સ્પ્લેન્ડર પ્લસ (GJ 13 JJ 9794) મોટરસાયકલ સુરેન્દ્રનગર બસ સ્ટેશનના વર્કશોપના નવા બનતા રૂમ નજીક પાર્ક કર્યું હતું. નોકરી પરથી પરત ફરતી વખતે તેમને બાઈક ત્યાં ન મળ્યું. આ અંગે તેમણે અજાણ્યા શખ્સ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે રૂ. 20,000ની કિંમતના મોટરસાયકલની ચોરીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    તમિલનાડુમાં CM સ્ટાલિન પાછળ:વિજયની TVK 70 બેઠકો પર આગળ; કેરળના વલણોમાં કોંગ્રેસને બહુમતી
    Next Article
    બેની લડાઈમાં ત્રીજો ફાવશે?:મહાનગરપાલિકાના મેયર, સ્થાયી ચેરમેનની રેસમાં વિવાદિત નામો કપાશે, સંગઠન કોર્પોરેશન પર પોતાનું પ્રભુત્વ રાખવા પ્રયાસ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment