Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂ ઝડપાયો:તુરખા સીમ વાડીના શેઢે સંતાડેલા દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    1 week ago

    બોટાદ જિલ્લાના તુરખા ગામે પાળીયાદ પોલીસે પૂર્વ બાતમીના આધારે રેઈડ કરી વાડીના શેઢે સંતાડીને રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે તુરખા ગામના શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. પોલીસ વર્તુળના જણાવ્યા પ્રમાણે, પાળીયાદ પોલીસ સ્ટેશનમાં આર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જીતુભાઈ વાલજીભાઈ ચૌહાણ તથા સ્ટાફના માણસો 3જી મેના રાત્રિના સમયે પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તુરખા ગામે બસ સ્ટેન્ડ પાસે પહોંચતા બાતમી મળેલ કે,પાળીયાદ પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં અટક કરવાનો બાકી આરોપી રોહીતભાઈ પ્રવિણભાઇ પરમાર હાલ પોતાના ગામમા પ્રસંગ હોવાથી ગામમાં આવેલ છે. અને હાલ તુરખા ગામે-ધ્રુફણીયા રોડે પોતાની વાડીએ છે અને હાલમાં પણ તેઓ એ પોતાની કબજા ભોગવટા વાળી વાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે. જેથી રાત્રિના 1-05 કલાકે વાડીએ જતા વાડીના શેઢે બોરડીની તથા બાવળની વાડમાં તપાસ કરતા બે પુંઠાના બોક્સ મળી આવેલ જે બોક્સમાં જોતાઅંકલ ટોમ મીન્ટ અને જાંબુ ફ્લેવર્ડ વોડકા બ્રાન્ડની 750 એમ.એલ.ની કુલ બોટલો નંગ 21 કિ.રૂ.5420નો મુદ્દામાલ સાથે મળી આવતા પાળીયાદ પોલીસે આરોપી શૈલેષભાઇ ઉર્ફે રોહીત પ્રવિણભાઈ પરમાર વિરુદ્ધ પ્રોહી. ગુનો દાખલ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    Assembly Election Result Live:पांच राज्यों के विधानसभा चुनाव नतीजे आज,किसनी बनेगी सरकार?West Bengal
    Next Article
    IPL પર સટ્ટો રમનાર ઝડપાયા:રાણપુરમાં ભાદર નદીના કાંઠે ચાલતું IPL સટ્ટાનું નેટવર્ક ઝડપાયું : બે શખ્સો ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment