Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાવેરી સુગરની જમીન પર IPL કંપનીના પ્રોજેક્ટ સામે વિરોધ:ચીખલીના સાદડવેલમાં કેમિકલ પ્લાન્ટની આશંકા, સ્થાનિકોએ ‘IPL ગો બેક’ રેલી યોજી

    3 days ago

    નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદડવેલ ગામમાં ઇન્ડિયન પોટાશ લિમિટેડ (IPL) કંપની દ્વારા બંધ પડેલી કાવેરી સુગર ફેક્ટરીની જમીન ખરીદવામાં આવતા સ્થાનિકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. અહીં કેમિકલ ફર્ટિલાઇઝર પ્લાન્ટ સ્થાપવાની આશંકાને પગલે ખેડૂતો અને આદિવાસી સમાજ દ્વારા એક વિશાળ જનજાગૃતિ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચીખલી તાલુકામાં આવેલી કાવેરી સુગર ફેક્ટરી એક સમયે આશરે 25,000 જેટલા સભાસદો ધરાવતા સ્થાનિક ખેડૂતો માટે આર્થિક રીતે મહત્વપૂર્ણ હતી. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે તેનું ખાતમુહૂર્ત થયું હતું, જ્યાં ખેડૂતોને શેરડીના ડબલ ભાવ ચૂકવવાની જાહેરાત કરાઈ હતી. જોકે, વિવિધ કારણોસર અને સરકારી મધ્યસ્થીના અભાવે આ ફેક્ટરી બંધ પડી હતી. આ બંધ પડેલી ફેક્ટરીની જમીન ઇન્ડિયન પોટાશ લિમિટેડ (IPL) કંપની દ્વારા ₹59 કરોડમાં ખરીદવામાં આવી છે. જોકે, આ જમીન પર સુગર ફેક્ટરી ફરી શરૂ કરાશે કે કેમિકલ ફર્ટિલાઇઝર પ્લાન્ટનું વિસ્તરણ કરાશે, તે અંગે કંપની કે વહીવટીતંત્ર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ અસ્પષ્ટતાને કારણે સ્થાનિક આદિવાસી સમાજમાં ચિંતા પ્રવર્તી રહી છે. સ્થાનિક આગેવાનો અને પર્યાવરણવાદીઓનું માનવું છે કે, જો આ સ્થળે રાસાયણિક ખાતરનો પ્લાન્ટ શરૂ થશે, તો આસપાસના 5 થી 10 કિલોમીટરના વિસ્તારની જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણને નુકસાન થઈ શકે છે. સ્થાનિકોએ રાજ્ય સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા છે, કારણ કે એક તરફ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે, જ્યારે બીજી તરફ કેમિકલ કંપનીઓને મંજૂરી આપવામાં આવી રહી છે. પ્રદૂષણના સંભવિત જોખમ સામે સાદડવેલ અને આસપાસના ગામોના લોકો એકઠા થયા છે. સાદડવેલથી રાનકુવા સુધી ‘IPL ગો બેક’ના નારા ગુંજ્યા કંપનીના વિરોધમાં સાદડવેલથી રાનકુવા સુધી એક ભવ્ય વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ, ખેડૂતો અને યુવાનો બેનરો અને પ્લેકાર્ડ્સ સાથે જોડાયા હતા. રેલી દરમિયાન ‘IPL કંપની ગો બેક’ના નારાઓથી સમગ્ર પંથક ગુંજી ઉઠ્યો હતો. સ્થાનિક આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે, તેઓ પોતાના ગામ અને વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવતી કોઈ પણ ફેક્ટરીને ચાલવા નહીં દે. જો આગામી દિવસોમાં આ પ્રોજેક્ટ રદ કરવામાં નહીં આવે, તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.હવે જોવાનું એ રહે છે કે, સ્થાનિક આદિવાસીઓ અને ખેડૂતોના આ ઉગ્ર વિરોધ સામે વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર શું વલણ અપનાવે છે.
    Click here to Read More
    Previous Article
    નકુમ સહિત રાજ્યના 6 પોલીસ અધિકારીને IPS તરીકે પ્રમોશન:હાઇકોર્ટે સવાલ પૂછ્યો નાસીરનગર ડિમોલિશનમાં DCP નકુમ કેમ હાજર હતા, 7 દિવસમાં તો સરકારે પ્રમોશન આપ્યું
    Next Article
    Piyush Goyal Recalls "Nightmare" His Team Faced During US-India Trade Talks

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment