Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અબોલ પક્ષીઓ માટે સેવાકાર્ય:બોટાદના વિવિધ વિસ્તારોમાં ચકલીના માળા તેમજ પાણીના કુંડાનું વિતરણ થયુ

    10 hours ago

    બોટાદમાં માનવતા અને પ્રકૃતિ પ્રત્યેની સંવેદનાને પ્રતિબિંબિત કરતી એક સુંદર પહેલ કરવામાં આવી હતી. જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને પક્ષીઓ માટે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કાર્યક્રમ ગોકુળ મેડિકલ , પાળીયાદ રોડ પર યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ચકલી માટે ખાસ તૈયાર કરાયેલા માળા અને પાણીના કુંડા વિતરણ કરાયા હતા જેથી ઉનાળામાં પક્ષીઓને આશરો અને પીવાનું પાણી સરળતાથી મળી રહે. કાર્યક્રમમાં ગ્રુપના પ્રમુખ ડો પ્રશાંતભાઈ કળથીયા, ફેડરેશન ઓફિસર નિલેશભાઈ કોઠારી,સી.એલ. ભીકડીયા, પૂર્વ પ્રમુખ માધવજીભાઈ માણીયા ,લાલજીભાઈ કળથીયા ,ગ્રુપના વી.પી.દીપકભાઈ માથુકિયા અને પરેશભાઈ દરજી, ડી.એ.દર્શન ભાઈ પટેલ,ડી.એફ.વિજયભાઈ વાળા, એસ એમ ઓ રાજુ ભાઈ ડેરૈયા મેમ્બર સંજયભાઈ પટેલ,અતુલભાઈ વાધેલા, મુકેશ ભાઈ જોટાણીયા, વિજયભાઈ ઝીંઝુવાડીયા, મહેશભાઈ શાહ,સમીરભાઈ દોશી,ચેતનભાઈ જોષી, ડો.સોનાણી અને વિશાળ સંખ્યામાં સભ્યો તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો. જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદના સભ્યોએ જણાવ્યું કે, “પ્રકૃતિ અને પ્રાણીઓ પ્રત્યેની આપણી જવાબદારી નિભાવવી દરેકની ફરજ છે. આવી નાની પહેલ દ્વારા આપણે મોટા બદલાવ લાવી શકીએ છીએ.
    Click here to Read More
    Previous Article
    અમેરિકા હોર્મુઝમાં ફસાયેલા જહાજોને સુરક્ષિત રીતે બહાર કાઢશે:આજથી 'પ્રોજેક્ટ ફ્રીડમ' શરૂ, ટ્રમ્પની ચેતવણી- ઈરાને દખલ કરી તો ખરાબ પરિણામ ભોગવવું પડશે
    Next Article
    મંડે પોઝિટીવ:આણંદના એપીસી સર્કલ પર બ્રિજ બનાવવા 30 કરોડનું ટેન્ડર મંજૂર, ટૂંકમાં કામ શરૂ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment