Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:બે પરિણીતાને ઘર કંકાસમાં મળ્યો ન્યાય, વૃદ્ધાનું પુન: મિલન

    5 days ago

    પાલિતાણા અને તળાજા વિસ્તારમાં અભયમ 181 મહિલા હેલ્પલાઇનની સંવેદનશીલ અને સમયસર કામગીરી ફરી એકવાર મદદગાર સાબિત થઈ છે. ઘરેલુ હેરાનગતિનો સામનો કરતી બે પરિણીત મહિલાઓને કાઉન્સેલિંગ દ્વારા રાહત અપાઈ, જ્યારે ઘર છોડીને નીકળી ગયેલી એક વૃદ્ધાનું સુરક્ષિત રીતે પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું. આ ત્રણેય બનાવોમાં 181 ટીમે કાનૂની સમજણ સાથે માનવતાનો સ્પર્શ આપી સમસ્યાઓનો ઉકેલ લાવી પિડીતાઓને હેરાન કરનાર લોકોને કાયદાકીય ભાન કરાવ્યું હતું. પરિણીતાને સાસરિયાંઓ સાથે સમાધાન કરાવી આશરો અપાવ્યો કિસ્સો 1 | પાલિતાણાના સિહોર વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાને સાસરીયામાં વારંવાર હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો હતો. નાની નાની બાબતોને લઈને ઝગડા થતા હતા અને પરિસ્થિતિ એટલી વિકટ બની હતી કે મહિલા માનસિક તણાવમાં આવી ગઈ હતી. પીડિતાના જણાવ્યા મુજબ, સસરા દ્વારા તેમના પર હાથ ઉઠાવવાનો પ્રયત્ન થતો હતો તેમજ પતિ પણ તેમની વાતને યોગ્ય રીતે સાંભળતા નહોતા. ઘરમાં સતત મેણા-ટોણાથી અસહજ સ્થિતિમાં જીવતા હતા. જે મામલે અભયમે પિડીતાનું કાઉન્સેલીંગ કરી સાસરીયાપક્ષ સાથે બેઠક યોજી બંને પક્ષોને સમજાવટ કરવામાં આવી હતી. ટીમ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે મહિલાઓ પર શારીરિક કે માનસિક હેરાનગતિ કરવી કાયદેસર ગુનો છે અને પરિવારમાં ફરી સુમેળ સ્થાપિત થયો હતો. બાળક સાથે ઘરેથી નીકળેલી માતાને પિયરમાં મોકલાઈ કિસ્સો 2 | પાલિતાણા તાલુકાના વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલા સાસરીમાં ઘરેલુ હેરાનગતિનો ભોગ બની રહી હતી. સામાન્ય બાબતોને લઈને થતા ઝઘડા દરમિયાન પતિ દ્વારા શારીરિક હેરાનગતિ કરવામાં આવતી હતી, જેના કારણે મહિલા ગભરાઈ ગઈ હતી. જે બાદ પતિએ પરિણીતાને તેના નાના બાળક સાથે ઘર છોડીને જવા મજબુર કરતા 181નો સંપર્ક સાધ્યો હતો. જે મામલે કુટુંબીજનોને પણ સમજાવટ કરી, આપવામાં આવી હતી. મહિલાની સુરક્ષા ધ્યાનમાં રાખીને તેમને પિયર જવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંતે પીડિતાને તેમના પિતાના ઘરે સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવી હતી. તળાજામાં વૃદ્ધાને પરિવાર સાથે મિલન કરાવાયું કિસ્સો 3 | જે બાદ અભયમે વૃદ્ધા સાથે વાતચીત કરી હતી. જેમાં વૃદ્ધાએ જણાવ્યું હતું કે, દીકરાઓ સાથે ઝઘડાને લઇને તેઓ ઘર છોડીને નીકળી ગયા હતા. પરિવારજનોની પરિસ્થિતિને કારણે તેઓ દીકરી પાસે પણ રહી શક્યા નહોતા. જે મામલે 181 ટીમે વૃદ્ધાના દીકરાઓ અને દીકરી સાથે ટેલિફોનિક સંપર્ક સાધ્યો હતો તેમજ ગામના સરપંચ સાથે સંકલન કર્યું હતું.અને ટીમ દ્વારા વૃદ્ધાને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. સાથે સાથે દીકરાને માતાની કાળજી રાખવા અને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન કરવા કડક સૂચના આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ચાર પુત્રીઓએ સમાજમાં એક અલગ પ્રકારનો દાખલો બેસાડ્યો:દીકરીઓએ માતાનું નિધન થતા મુખાગ્નિ આપી પુત્રની ફરજ બજાવી
    Next Article
    ‘ઓલ ગુજરાત આયુર્વેદિક ડોક્ટર્સ એસોસિએશન’ની કોન્ફરન્સ:ડાયાબિટીસની સારવાર માટે ઓનલાઇન નોંધણીમાં 70થી વધુ ડોક્ટરે ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment