Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તંત્રની ઘોર બેદરકારી:જીવના જોખમે મુસાફરી! વલભીપુર ગોદાવરી નદીનો પુલ જર્જરિત

    16 hours ago

    વલભીપુર ગોદાવરી નદીનો પુલ વાહનો માટે જોખમી બન્યો છે.પુલ જર્જરિત હાલતમા હોય ગમે ત્યારે અકસ્માત સર્જાય તેવી ભીતિ છે સમારકામ કામ કરવામાં આવ્યુ પણ અમુક પીલરો પુરતુ સિમીત રીતે કામ કરવામાં આવ્યુ છે.તંત્ર આ અંગે વહેલીતકે કોઇ કામગીરી નહીં કરે તો વડોદરા નજીક ગંભીરાબ્રિજ પર બનેલી ઘટના બની શકે . વલભીપુરમાંથી પસાર થતા ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર આવેલ ગોદાવરી નદીનો પુલ જર્જરિત બનતો જાય છે અને ગમે ત્યારે ગંભિરા બ્રિજ જેવી દુર્ઘટના સર્જાય શકે છે શહેર પસાર કર્યા પછી કલ્યાણપુર ચોકડી નજીક આવેલા આ પુલ નાં નીચેના પીલરો અને સ્લેબમાંથી લોખંડના સળિયા બહાર નીકળી ગયા છે અને સ્લેબમાંથી પ્લાસ્ટરના પોપડા પડે છે થોડા સમય પહેલા આ બ્રિજને સમારકામ કરવામાં આવ્યુ હતુ પરંતુ તે થુંકના સાંધા સમાન છે માત્ર સિમેન્ટ અને રેતીને એરપ્રેસરથી પ્લાસ્ટર કરવામાં આવેલ અને પીલરોના અડધા ભાગ સુધી સીમેન્ટ કોંક્રિટ કરવામાં આવેલ છે અને તે પણ માત્ર ચાર પીલરોને જ કરવામાં આવતા બાકીના અન્ય પીલરો જેમના તેમ જર્જરિત હાલતમાં જોવા મળે છે. આ બ્રિજ એક તો સાંકડો છે બે વાહનો સામ સામે આવી જાય તો સાવચેતી પૂર્વક વાહન પસાર કરવા પડે છે તેમા જો કોઈ રાહદારી આ બ્રિજ પરથી પસાર થાય ત્યારે વાહન તેને ઝપટે ન લે સંભાળવું પડે છે વલભીપુરમાંથી ફોરલેન રોડ છે પરંતુ આ ગોદાવરી નદીનો પુલ જર્જરિત હાલતમાં હોય અને તેની જગ્યાએ ઘેલા નદી પર નવા બે બ્રિજ બનાવવામાં આવ્યા તે રીતે નહીં બનાવતા ફોરટ્રેક રોડ કલ્યાણપુર ચોકડી સુધી જ બનેલ છે અને ત્યાંથી એકાએક ડબલપટ્ટી રોડ શરૂ થાય છે તેના કારણે વાહનચાલકોને સ્પીડ ઉપર બ્રેક લગાવવી પડે છે આ બ્રિજનો કોઈ ગમખ્વાર અકસ્માત સર્જાય તે પહેલા સબંધિત તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. કેટલી છે આ પુલની મહત્વતા આ પુલની મહત્વતા એટલા માટે છે કે આ બ્રિજ ઘેલા નદીના બ્રિજની જેમ બે હાઇવે પર આવેલો છે. ભાવનગર અમદાવાદ અને અમરેલી અમદાવાદ ઉપરાંત હાલમાં કલ્યાણપુર ચોકડીથી ભાવનગર ધોલેરા શોર્ટ રૂટ સાથે જોડવા માટે અણંદપુર ગામથી માઢીયા સુધી ડબલ ટ્રેક નવો રસ્તો બનાવવામાં આવ્યો છે આ લીંકઅપથી અમરેલી જિલ્લાના વાહનચાલકો જેને અમદાવાદ ગાંધીનગર તરફ જવું હોય તે આ હાઇવેનો ઉપયોગ કરે છે અને હવે તો કદાચ ભાવનગર અમદાવાદને જોડતા નવા હાઇવે શરૂ થતા વલભીપુરનો માઢીયા સાથે જોડતો માર્ગનો વધુને વધુ ઉપયોગ થાય તેવી શક્યતા છે
    Click here to Read More
    Previous Article
    ઠગાઈ કરનારા ઝડપાયા:રોકાણના બહાને 73 લાખ પડાવી લેનારા સુરતના જમીન દલાલ સહિત 4 પકડાયા
    Next Article
    શિક્ષણાધિકારીએ પાઠવ્યો પરિપત્ર:વેકેશનમાં શાળાઓમાં શિક્ષણ બંધ રાખવા આદેશ, માન્યતા રદ કરવા સુધીની સજા થઇ શકે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment