Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લૂસિવ‎:આઇકોનિક રોડ અને ગટરની કામગીરીમાં ‎મોઢેરા રોડની હવા બગડી, પ્રદૂષણ બમણું

    2 days ago

    મહેસાણાના મોઢેરા રોડ પર ચાલુ આઇકોનિક રોડ અને ગટરની અધૂરી કામગીરીએ હવાની ગુણવત્તા ગંભીર રીતે બગાડી દીધી છે. આ રોડ પર જીપીસીબી દ્વારા લગાવવામાં આવેલી રિયલ ટાઈમ એર ક્વોલિટી સ્ક્રીન છેલ્લા દિવસોમાં ચોંકાવનારા આંકડા બતાવી રહી છે. શુક્રવારે સવારે PM-10નું પ્રમાણ 100ની મર્યાદા વટાવીને સીધું 195.96 સુધી પહોંચી ગયું, જે ગંભીર પ્રદૂષણનું સંકેત છે. PM-2.5 પણ 61.06 સુધી વધતાં પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની છે. મહાનગરપાલિકા અને માર્ગ-મકાન વિભાગની ધીમી ગતિની કામગીરીના કારણે રોડની બાજુઓમાં પડેલા માટી-રેતીના ઢગલાઓ અને ખોદકામના કચરાથી ધૂળ સતત હવામાં ભળી રહી છે. પાણીનો નિયમિત છંટકાવ ન થતાં પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે. મોઢેરા ચોકડીથી સ્વામિનારાયણ મંદિર સુધી ચાલી રહેલા કામમાં ડિવાઈડર તોડી નાખ્યા બાદ પ્લાન્ટેશનની માટી રસ્તા પર જ છવાઈ ગઈ છે. બામોસણાનગર, ગોપાલનગર, મોહનનગર, શિવશંકર, ન્યૂ દ્વારકાપુરી, તુલસીધામ અને ગંગાસાગર વિસ્તારોમાં ખોદકામની વેસ્ટ માટી લાંબા સમયથી રસ્તા પર જ પડી છે. વાહનો પસાર થતાં આ માટી ઉડીને હવામાં ભળી રહી છે. માર્ગ-મકાન વિભાગ દ્વારા સ્વામિનારાયણ મંદિરથી કાવેરી સ્કૂલ અને પાટીદાર ચોકથી કાવેરી સ્કૂલ સુધીનો રોડ દોઢ-બે મહિનાથી ખોદેલો છે. રિસરફેસિંગ માટે ડામર રોડ ખોદી નાખતાં આખો વિસ્તાર ધૂળિયોથી ઢંકાઈ ગયો છે. પાટીદાર ચોક અને નિરમા તરફના માર્ગ પર રેતી અને કન્સ્ટ્રક્શન મટિરિયલ ખુલ્લું પડેલું હોવાથી પવન સાથે રજકણો ફેલાઈ રહ્યા છે. આ પ્રદૂષણના સીધા અસરરૂપે ટુ-વ્હીલર ચાલકોમાં ઉધરસ, એલર્જી અને આંખોમાં બળતરા જેવી સમસ્યાઓ વધી રહી છે. ગરમી અને ધૂળના સંયુક્ત અસરથી લોકોમાં શ્વાસ સંબંધિત તકલીફો નોંધાઈ રહી છે. માટીના ઢગલા દૂર કરવામાં પણ તંત્રની ઉદાસીનતા મોઢેરા રોડ પર રોડ અને ગટરની કામગીરી ચાલુ છે. સતત ખોદકામ અને માટીના ઢગલાઓ વચ્ચે વાહનોની અવરજવર ચાલુ રહેતાં ધૂળનું પ્રદૂષણ વધી રહ્યું છે. છતાં, માટીના ઢગલા દૂર કરવામાં અને નિયમિત પાણીનો છંટકાવ કરવામાં તંત્ર ઉદાસીન છે. સતત ખોદકામ છતાં નિયંત્રણ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવતાં નથી. પ્રદૂષણનાં મુખ્ય ચાર કારણો રોડ સાઇડ વેસ્ટ માટીના ઢગલા લાંબા સમયથી અધૂરું રિસરફેસિંગ ખુલ્લું રેતી, કન્સ્ટ્રક્શન મટિરિયલ પાણીના છંટકાવનો અભાવ એલર્જી, આંખોમાં બળતરાની તકલીફમાં વધારો સ્થાનિક રહીશોની ફરિયાદો છે કે, મોઢેરા રોડ પરથી પસાર થતાં ટુ-વ્હીલર ચાલકોને ધૂળના કારણે ઉધરસ અને એલર્જી જેવી તકલીફો થઈ રહી છે. ગરમી સાથે ઉડતા નાના રજકણો આંખોમાં જતાં બળતરા પણ થઈ રહી છે. પ્રદૂષણનું પ્રમાણ ધૂળનું પ્રદૂષણ : PM-10 (195.96) અને PM-2.5 (61.06) ના આંકડા સૂચવે છે કે હવામાં ધૂળ, બાંધકામની રજ અને સૂક્ષ્મ કણોનું પ્રમાણ વધારે છે. આ સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય હોઈ શકે છે. વાયુ પ્રદૂષણ : તેની સરખામણીએ NOx (32.47) અને NO₂ (26.70) ના આંકડા ખૂબ જ નીચા છે. એટલે કે વાહનોના ધુમાડા કે કેમિકલ ગેસનું પ્રદૂષણ અત્યારે નિયંત્રણમાં છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એનાલિસિસ‎:કેનાલો દ્વારા પિયત માટે પૂરતું પાણી મળી રહેતાં ઉત્તર ગુજરાતમાં રેકોર્ડબ્રેક 4.50 લાખ હેક્ટર ઉનાળું વાવેતર
    Next Article
    Acharya Devvrat in Surat | રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઓલપાડના પ્રવાસે | Olpad | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment