Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીવના જોખમે સ્થાનિકોએ ટ્રાફિક રોકી વીણ્યા ટુકડા‎:ઉમરગામ કોસ્ટલ હાઈવે પર સોનું સમજી‎ લોકોની કોપરના ટુકડા વીણવા પડાપડી

    7 hours ago

    ઉમરગામ-દમણ કોસ્ટલ હાઈવે પર રવિવારે સવારે એક અજીબ દૃશ્ય જોવા મળ્યું. ઔદ્યોગિક વિસ્તારમાંથી ભંગાર ભરીને જતા વાહનમાંથી સોનેરી ધાતુના ચળકતા ટુકડા રસ્તા પર વેરાતા લોકો તેને સોનું સમજીને વીણવા માટે ટોળે વળ્યા હતા. રવિવારે સવારે ઉમરગામ ઔદ્યોગિક એકમ વિસ્તારમાંથી સ્ક્રેપ ભરીને જતા એક ટેમ્પોમાંથી તાંબાના નાના ચળકતા ટુકડા કોસ્ટલ હાઈવે પર વેરાઈ ગયા હતા. લાલાશ પડતા અને ચમકતા આ ટુકડા જોઈ રસ્તા પરથી પસાર થતા લોકો તેને સોનાના ટુકડા સમજી બેઠા. જોતજોતામાં વાત વાયુવેગે ફેલાઈ ગઈ અને અક્રરા મારુતિથી મરોલી સુધીના સ્થાનિક લોકો હાઈવે પર તેને વીણવા માટે ઉમટી પડ્યા હતા. ખરેખર હાઈવે પર વેરાયેલા આ ચળકતા ટુકડા સોનું નહીં પરંતુ શુદ્ધ તાંબુ એટલે કે કોપર હતા. આ ટુકડાને "કોપર ગ્રેન્યુલ્સ" અથવા "કોપર ચોપિંગ" કહેવાય છે. જૂના ઈલેક્ટ્રિક વાયરમાંથી મશીન દ્વારા પ્લાસ્ટિક કાઢી નાખ્યા બાદ આવા નાના ચમકતા શુદ્ધ તાંબાના ટુકડા બને છે. આ 99.9% શુદ્ધ કોપર હોય છે. લોકો ટ્રાફિકની પરવા કર્યા વિના હાઈવે પર સ્ક્રેપ ભેગો કરતા નજરે પડ્યા હતા. મરોલી, સરોંડા, તડગામ, નારગોલ, ઉમરગામના અનેક લોકો, જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા, ઝાડુ અને થેલીઓ લઈને હાઈવે પર પહોંચી ગયા. લોકોએ જીવના જોખમે ટ્રાફિક રોકીને રસ્તા પર પડેલા કોપરના ટુકડા વીણવાનું શરૂ કરી દીધું.
    Click here to Read More
    Previous Article
    DAE, Power Ministry at odds over civil nuclear projects’ supervision
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:સે-19 જિમખાના બાબુઓ માટે આરક્ષિત: નાગરિકો માટે પ્રતિબંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment