Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ભાજપ દ્વારા સત્તાના સુકાનીઓ પસંદ કરાશે:નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો

    9 hours ago

    વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઐતિહાસિક જીત બાદ હવે સત્તાના સુકાનીઓની પસંદગી માટે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ભાજપ દ્વારા નિરીક્ષકોની હાજરીમાં 'સેન્સ પ્રક્રિયા' હાથ ધરવામાં આવી છે. ભાજપે વલસાડ જિલ્લા પંચાયત, છ તાલુકા પંચાયતો, ઉમરગામ નગરપાલિકા અને નવનિર્મિત વાપી મહાનગરપાલિકામાં વિજય મેળવ્યો છે. આ જીત બાદ પ્રમુખ અને મેયરના પદ માટે કયા નામો પર મહોર લાગશે તે અંગે ઉત્તેજના પ્રવર્તી રહી છે. આ સેન્સ પ્રક્રિયામાં ચૂંટાયેલા સભ્યો, પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો પાસેથી અભિપ્રાયો મેળવીને નામોની પેનલ તૈયાર કરવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ભાજપના પ્રદેશ પ્રવક્તા ધવલ પટેલે જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લામાં ભાજપની આ જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મહત્વનું પગલું છે. વાપી મહાનગરપાલિકામાં પ્રથમ મેયર કોણ બનશે તે અંગે સૌથી વધુ ઉત્તેજના છે. જિલ્લા પંચાયતમાં અનુભવી ચહેરાઓ અને જાતિગત સમીકરણો પર ભાર મૂકવામાં આવશે, જ્યારે તાલુકા પંચાયતોમાં ગ્રામીણ વિસ્તારોમાં પક્ષને મજબૂત કરી શકે તેવા નેતાઓની શોધ કરવામાં આવી રહી છે. નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરવા માટે ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રદેશ મોવડી મંડળ આ સેન્સ પ્રક્રિયાના આધારે આખરી નામોની જાહેરાત કરશે. ભાજપ નવી GIDC અને રોકાણ વધારવાના લક્ષ્યાંક સાથે સક્ષમ નેતૃત્વની પસંદગી કરવા જઈ રહ્યું છે, જેથી જિલ્લાના વિકાસના કામોને નવી ગતિ મળી શકે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચનો ક્રિશ CBSE ધોરણ 10માં ગુજરાતમાં પાંચમા ક્રમે:જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી પરિવાર અને શાળાનું ગૌરવ વધાર્યું
    Next Article
    Delhi Blast Incident | દિલ્હીમાં ACમાં બ્લાસ્ટ, આગ લાગતા 9 લોકોનાં મોત | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment