Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચનો ક્રિશ CBSE ધોરણ 10માં ગુજરાતમાં પાંચમા ક્રમે:જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી પરિવાર અને શાળાનું ગૌરવ વધાર્યું

    10 hours ago

    ભરૂચ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે એક પ્રેરણાદાયક પરિણામ સામે આવ્યું છે. સંસ્કાર વિદ્યાભવનના વિદ્યાર્થી ક્રીશે CBSE ધોરણ 10ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેણે જિલ્લામાં પ્રથમ અને સમગ્ર ગુજરાત રાજ્યમાં પાંચમો ક્રમ મેળવી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. જિલ્લામાં અંદાજે 1500 થી 2000 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. આ કઠિન સ્પર્ધા વચ્ચે ક્રીશે શ્રેષ્ઠ પરિણામ મેળવી પોતાની પ્રતિભા સાબિત કરી છે. ક્રીશની આ સિદ્ધિ પાછળ તેની સતત મહેનત, સમયનું યોગ્ય આયોજન અને લક્ષ્ય પ્રત્યેની નિષ્ઠા મુખ્ય કારણભૂત છે. તેના પિતા રાકેશભાઈ દહેજ ખાતે બિરલા કોપર કંપનીમાં નોકરી કરે છે, જ્યારે માતા અવનીબેન ગૃહિણી છે. સામાન્ય પરિવારમાંથી આવતા ક્રીશે પોતાની મહેનતથી આ અસામાન્ય સિદ્ધિ હાંસલ કરી છે, જે અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે. શાળાના શિક્ષકોના માર્ગદર્શન અને પરિવારના મજબૂત સહકાર સાથે ક્રીશે આ મુકામ મેળવ્યો છે. શાળા સંચાલન અને શિક્ષક મંડળ દ્વારા તેને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પ્રસુન જોશી પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ બન્યા:કેન્દ્ર સરકારે ગીતકાર અને લેખકને નવી જવાબદારી સોંપી; અગાઉ CBFCના ચેરપર્સન હતા
    Next Article
    વલસાડમાં ભાજપ દ્વારા સત્તાના સુકાનીઓ પસંદ કરાશે:નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment