Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકારણ અને માતૃત્વનો સંગમ:બે મહિલા ઉમેદવારો દૂધમલ બાળકો સાથે પહોંચી,નવસારી ભાજપ કાર્યાલયે પ્રમુખ પદની દાવેદારી કરી

    10 hours ago

    નવસારી: નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ પ્રમુખ પદની વરણી પ્રક્રિયા તેજ બની છે. આજે નવસારી ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે ગાંધીનગરથી આવેલા નિરીક્ષકો સમક્ષ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. આ પ્રક્રિયા દરમિયાન બે મહિલા ઉમેદવારો પોતાના દૂધમલ બાળકો સાથે પહોંચતા સૌનું ધ્યાન ખેંચાયું હતું. ગણદેવી તાલુકાની અંભેટા બેઠક પરથી 1705 મતોની સરસાઈથી વિજેતા બનેલા દિવ્યા ઉત્કર્ષ પટેલ પોતાની બે મહિનાની બાળકીને તેડીને દાવેદારી કરવા પહોંચ્યા હતા. બી.એસસી. સુધીનો અભ્યાસ કરનાર દિવ્યાબેને જણાવ્યું કે તેમણે ચૂંટણી પ્રચાર પણ પોતાની આ માસૂમ બાળકી સાથે જ કર્યો હતો અને જનતાનો આશીર્વાદ મેળવ્યો હતો. ગણદેવી તાલુકા પંચાયતની પ્રમુખ પદની બેઠક OBC મહિલા માટે અનામત જાહેર થતાં, દિવ્યા પટેલે આ પદ માટે પ્રબળ દાવેદારી કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, "હું માતૃત્વની ફરજ અને રાજકારણ બંને જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી શકું તેમ છું. વિકાસના કામોમાં માતૃત્વ ક્યારેય આડે નહીં આવે." આવી જ રીતે, ગણદેવીની સરીખુજરંગ બેઠક પરથી બિનહરીફ ચૂંટાયેલા ભાજપના મહિલા ઉમેદવાર વિભૂતિબેન ભરતભાઈ હળપતિ પણ પોતાના ચાર મહિનાના બાળક સાથે 'કમલમ' પહોંચ્યા હતા. તેમણે પણ ગણદેવી તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે પોતાની દાવેદારી રજૂ કરી છે. આજે નવસારી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના વિજેતા ઉમેદવારોએ નિરીક્ષકો સમક્ષ વારાફરતી પોતાના બાયોડેટા રજૂ કર્યા હતા. જોકે, આ સમગ્ર પ્રક્રિયામાં આ બે નવજાત બાળકો અને તેમની માતાઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. 'કમલમ' ખાતે રાજકીય ચર્ચાઓની સાથે મહિલા સશક્તિકરણના જીવંત દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં 'જી લે ઝિંદગી' ડાન્સ શો સફળતાપૂર્વક યોજાયો:ગોલી-સુંદરલાલની હાજરીમાં વિજેતાઓને રોકડ પુરસ્કાર અને ટ્રોફી અપાઈ
    Next Article
    ઘોડી નચાવતો હતો ને મોત આવ્યું, VIDEO:જૂનાગઢમાં લગ્નના ફુલેકા પૂર્વે બ્રેન સ્ટ્રોક આવતા જ યુવક ઢળી પડ્યો, ​અશ્વપાલકના મૃત્યુથી પરિવારજનો પર આભ ફાટી પડ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment