Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવા મેયર સહિતના હોદ્દાઓ માટે સેન્સ પ્રક્રિયા શરૂ:દુષ્યંત પંડયા, માયાબેન કોડનાની અને પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ સહિતના આગેવાનો હાજર, સેન્સ આપનારા હોદ્દેદારોએ કહ્યું: પાર્ટી જે પણ નિર્ણય લેશે એ શિરોમાન્ય રહેશે

    14 hours ago

    વડોદરા મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની નિમણૂક પ્રક્રિયા શરૂ થઈ છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ, દંડક તેમજ પક્ષના નેતાની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ નિમણૂક પ્રક્રિયા અંતર્ગત પ્રદેશના આગેવાનો દ્વારા વડોદરામાં સ્થિત નમો કમલમ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહીને સેન્સ લેવામાં આવી હતી. આ પ્રક્રિયામાં નિરીક્ષક તરીકે દુષ્યંત પંડયા, પૂર્વ મંત્રી માયાબેન કોડનાની અને પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ ઉપરાંત વડોદરા જિલ્લા પંચાયતમાં હોદ્દેદારો માટે પણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાના હોદ્દેદારોની પસંદગી માટે વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ, નવા ચૂંટાયેલા કાઉન્સિલરો, પ્રદેશ કારોબારી સભ્યો, ધારાસભ્યો, પદાધિકારીઓ તેમજ સાંસદો પોતાના અભિપ્રાયો (સેન્સ) રજૂ કરી રહ્યા છે. આ સમગ્ર પ્રક્રિયા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. મોબાઈલ બહાર મૂકીને જ હોદ્દેદારો માટે જઈ શકે છે. આ અંગે શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની પદ્ધતિ અને પ્રક્રિયા અનુસાર, પ્રદેશમાંથી નિરીક્ષકો વડોદરા આવ્યા છે. આ પ્રક્રિયામાં વોર્ડ પ્રમુખ, મહામંત્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, પ્રદેશના હોદ્દેદારો, સાંસદ સભ્ય, ધારાસભ્યોઅને વડોદરા મહાનગરની સંગઠનની સંપૂર્ણ ટીમને નિરીક્ષકો સાંભળ્યા છે.નિરીક્ષકો તમામની રજૂઆતો સાંભળ્યા બાદ તેનો અહેવાલ તૈયાર કરીને પ્રદેશમાં સબમિટ કરશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રક્રિયા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, નેતા પક્ષ અને દંડક માટે ચાલી રહી છે. જેના માટે પ્રદેશ કારોબારી સભ્ય દુષ્યંત પંડ્યા, પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં પૂર્વ મંત્રી માયાબેન કોડનાની અને પ્રદેશ ઓબીસી મોરચાના ઉપાધ્યક્ષ પ્રગ્નેશ બ્રહ્મભટ્ટ આવ્યા છે. આ ત્રણેય મહાનુભાવો અત્યારે સંગઠનના તમામ કાર્યકર્તાઓ અને પ્રતિનિધિઓને સાંભળ્યા છે. વોર્ડ નંબર 4ના પ્રમુખ પ્રતીક જેઠવાએ જણાવ્યું હતું કે, અમારા માટે તો એક જ વાત છે કે પાર્ટી સર્વોપરી છે. પાર્ટી જે પણ નિર્ણય લેશે એ અમારા માટે શિરોમાન્ય રહેશે. આગળ જે વિકાસના કાર્યો અત્યારે થઈ રહ્યા છે, તે વધુ ગતિથી આગળ વધે અને શહેરનો સર્વાંગી વિકાસ થાય તે જ અમારો મુખ્ય હેતુ છે. પાર્ટી જે પણ નિર્ણય લે છે તે હંમેશા વિચારપૂર્વક અને હિતકારી જ હોય છે. મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે પણ પાર્ટી દ્વારા લેવામાં આવેલો નિર્ણય શહેરના ભવિષ્ય માટે ખૂબ જ સારો અને સકારાત્મક રહેશે. વડોદરા જિલ્લા પંચાયતના આગામી પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી સમિતિના અધ્યક્ષ શાસક પક્ષના નેતા અને દંડક કોણ બનશે તે માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સેન્સ પ્રક્રિયા માટે નિરીક્ષક તરીકે ગુજરાત ભારતીય જનતા પાર્ટી તરફથી સુરતના પૂર્વ મેયર હેમાલીબેન બોઘાવાલા , સુરત ભાજપના પૂર્વ અધ્યક્ષ નીતિન ભજીયાવાલા તેમજ તાપી જિલ્લાના ભાજપના પૂર્વ મહામંત્રી વિક્રમ તરસાડિયાને મોકલવામાં આવ્યા હતા આ ત્રણેય નિરીક્ષકોએ વડોદરા જિલ્લા પંચાયતની 34 માંથી 32 બેઠકો પર વિજેતા થયેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને એક બાદ એક સાંભળ્યા હતા.સેન્સ પ્રક્રિયા પૂર્વે જિલ્લા ભાજપના પ્રમુખ ડોક્ટર બી જે બ્રહ્મભટ્ટ તેમજ મહામંત્રીઓ એ વિજેતા થયેલા ઉમેદવારોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અત્રે નોંધનીય છે કે આ વખતે વડોદરા જિલ્લા પંચાયતની બેઠક SCBCs મહિલા માટે અનામત છે ત્યારે ચોરંદા, ધનતેજ, ગણપતપુરા-પાદરા, અને ગોરજ બેઠક પરથી વિજેતા થયેલ મહિલા ઉમેદવાર પૈકી કોઈ એક જિલ્લા પંચાયત વડોદરા ના પ્રમુખ બનશે તે નક્કી છે... સેન્સ પ્રક્રિયા બાદ જિલ્લા સંકલનની બેઠક મળશે. જેનામાં જિલ્લાના મહત્વપૂર્ણ હોદેદારો જિલ્લાના ધારાસભ્યો અને સંસદ સભ્યો દ્વારા નામો પર ચર્ચા કરીને પેનલ નક્કી કરીને નિરીક્ષકો પ્રદેશ મોવડી મંડળને સોંપશે છે જે બાદ આખરી નિર્ણય પ્રદેશ મોવડી મંડળ નો રહેશે અને જિલ્લા પંચાયત વડોદરા ની પ્રથમ સભા પહેલા પાર્ટી તરફથી પ્રમુખ સહિતના પદો પર કયા વિજેતા ઉમેદવાર ને જવાબદારી સોભા છે તેના નામોની જાહેરાત કરીને વિજેતા ઉમેદવારોની જાણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    42 ડિગ્રી કાળઝાળ ગરમી વચ્ચે સિંહોનો ખુલ્લો વિહાર:ધારી-ખાંભામાં 8 સિંહણનું ગ્રુપ દેખાયું; ઇંગોરાળામાં સિંહની દહેશત, રસ્તા પર ઉભેલા પશુને દબોચી, ઢસડીને શિકાર કર્યો
    Next Article
    ગોધરામાં 'જી લે ઝિંદગી' ડાન્સ શો સફળતાપૂર્વક યોજાયો:ગોલી-સુંદરલાલની હાજરીમાં વિજેતાઓને રોકડ પુરસ્કાર અને ટ્રોફી અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment