Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    42 ડિગ્રી કાળઝાળ ગરમી વચ્ચે સિંહોનો ખુલ્લો વિહાર:ધારી-ખાંભામાં 8 સિંહણનું ગ્રુપ દેખાયું; ઇંગોરાળામાં સિંહની દહેશત, રસ્તા પર ઉભેલા પશુને દબોચી, ઢસડીને શિકાર કર્યો

    11 hours ago

    સમગ્ર ગુજરાત સહિત અમરેલી જિલ્લામાં હાલ ઉનાળાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર કરી જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, ત્યારે આ આકરી ગરમીની અસર વનરાજો પર પણ જોવા મળી રહી છે. દિવસભર ગરમ લૂ અને અસહ્ય તાપથી બચવા સિંહો ઝાડીઓમાં છુપાયેલા રહે છે, પરંતુ રાત્રિ થતાં જ ઠંડકની શોધમાં સિંહોના ટોળાં ખુલ્લા વિસ્તારો અને માર્ગો પર વિહરતા જોવા મળી રહ્યા છે. ધારી-અમરેલી રોડ પર 8 સિંહણનું ગ્રુપ દેખાયું ધારી અમરેલી રોડ પર મોડી રાત્રિના સમયે એક આશ્ચર્યજનક દૃશ્ય જોવા મળ્યું હતું. અહીં એકસાથે 8 સિંહણના ટોળાએ રોડ ક્રોસ કર્યો હતો. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક જેસીબી (JCB) ચાલકે પોતાના મોબાઈલમાં આ અદભૂત દૃશ્યો કેદ કરી લીધા હતા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ધારી અને આસપાસનો રેવન્યુ વિસ્તાર સિંહોનું કાયમી રહેઠાણ બની ગયો છે, જેના કારણે અવારનવાર અહીં સિંહોની અવરજવર જોવા મળે છે. ખાંભાના ઇંગોરાળામાં સિંહનો શિકાર CCTVમાં કેદ બીજી તરફ ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામમાં સિંહની દહેશત જોવા મળી છે. બે દિવસના વિરામ બાદ ફરી એક 'ડાલામથ્થો' સિંહ મોડી રાત્રે ગામની બજારમાં ઘૂસી આવ્યો હતો. સિંહે રસ્તા પર ઉભેલા પશુને દબોચી, તેને ઢસડીને શિકાર કર્યો હતો. શિકારની આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સિંહના આ પ્રકારે રહેણાક વિસ્તારમાં શિકાર કરવાને કારણે સ્થાનિક ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગરમીથી બચવા સિંહોએ બદલી લાઈફસ્ટાઈલ વન વિભાગના સૂત્રો અને નિષ્ણાતોના મતે, ઉનાળામાં વન્યપ્રાણીઓ પોતાની જીવનશૈલીમાં ફેરફાર કરે છે: સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ વીડિયો વન્યજીવ પ્રેમીઓમાં આકર્ષણ જગાવી રહ્યા છે, પરંતુ વન વિભાગ દ્વારા સ્થાનિકોને રાત્રિના સમયે સાવચેત રહેવા અને વન્યપ્રાણીઓને ખલેલ ન પહોંચાડવા અપીલ કરવામાં આવી છે. ----- આ પણ વાંચો શિકારી સાવજનો 26 સેકન્ડનો અદભૂત VIDEO અમરેલી જિલ્લામાં સિંહો હવે જંગલ છોડી માનવવસાહત તરફ વળ્યા હોય તેવા દૃશ્યો અવારનવાર સામે આવતા રહે છે. 3 દિવસ પહેલાં ખાંભા તાલુકાના ઈંગોરાળા ગામમાં સિંહ દ્વારા પશુના શિકારની એક રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી હતી. મોડી રાત્રે ગામની શેરીમાં ઘૂસી આવેલા સિંહે એક ગાય પર હુમલો કરી તેનું મારણ કર્યું હતું, જે સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જુઓ સંપૂર્ણ વીડિયો… ઉના પંથકમાં એકસાથે 11 સિંહનું ટોળું રસ્તા પર ઉતરી આવ્યું ગીરનું જંગલ હવે માત્ર વનરાજી પૂરતું મર્યાદિત રહ્યું નથી, પરંતુ વનરાજ હવે માનવ વસાહતો અને મુખ્ય માર્ગો પર પણ પોતાનો દબદબો બતાવી રહ્યા છે. 29 એપ્રિલે રાત્રિએ ગીર ગઢડા અને ઉના પંથકમાં સિંહોના અલગ-અલગ ગ્રુપ જાહેર રોડ પર જોવા મળતા સ્થાનિકો અને વાહનચાલકોમાં કુતૂહલ સાથે ફાળ પડી હતી. સંપૂર્ણ અહેવાલ વાંચો…
    Click here to Read More
    Previous Article
    તિરુપતિ લાડુ વિવાદ:તપાસ કર્યા વિના 70 લાખ કિલો ઘીનો ઉપયોગ થયો; ન સપ્લાયર્સને બ્લેક લિસ્ટ કર્યા, ન ખરીદી રોકી
    Next Article
    નવા મેયર સહિતના હોદ્દાઓ માટે સેન્સ પ્રક્રિયા શરૂ:દુષ્યંત પંડયા, માયાબેન કોડનાની અને પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ સહિતના આગેવાનો હાજર, સેન્સ આપનારા હોદ્દેદારોએ કહ્યું: પાર્ટી જે પણ નિર્ણય લેશે એ શિરોમાન્ય રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment