Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે પદાધિકારીઓ પસંદ કરવાની કવાયત:જિલ્લા પંચાયત,સિદ્ધપુર પાલિકા સભ્યો સાથે ભાજપ નિરીક્ષકોની સેન્સ પક્રિયા , પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ કરશે આખરી નિર્ણય

    9 hours ago

    પાટણ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નવા પદાધિકારીઓની વરણી માટે પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત નિરીક્ષકોએ બે દિવસીય બેઠક યોજી હતી. જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ્' ખાતે ચૂંટાયેલા સદસ્યો અને સંગઠનના હોદ્દેદારો પાસેથી વન-ટુ-વન અભિપ્રાય મેળવી પ્રમુખ, ઉપપ્રમુખ અને સમિતિઓના ચેરમેન માટે નામોની પસંદગીની કવાયત હાથ ધરાઈ હતી. પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત ત્રણ નિરીક્ષકો દિલીપ પટેલ, બાબુભાઈ જેબલિયા અને આશાબેન નકુમે આ સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. પ્રથમ દિવસે 7 તાલુકા પંચાયત અને પાટણ નગરપાલિકા માટે બેઠકો યોજાઈ હતી. બીજા દિવસે જિલ્લા પંચાયત અને સિદ્ધપુર નગરપાલિકા માટે અભિપ્રાય લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયામાં 7 તાલુકા પંચાયતના 95 સદસ્યો, પાટણ નગરપાલિકાના 24 સદસ્યો, જિલ્લા પંચાયતના 19 સદસ્યો અને સિદ્ધપુર પાલિકાના 26 સદસ્યોએ નિરીક્ષકો સમક્ષ રૂબરૂ મળીને પોતાનો વ્યક્તિગત મત રજૂ કરી રહ્યા છે. નિરીક્ષકો દ્વારા લેવાયેલા મંતવ્યો અને સૂચનોના આધારે જિલ્લા સંકલન બેઠકમાં દરેક પદ માટે 3-3 નામોની પેનલ તૈયાર કરવામાં આવશે. આ પેનલનો અહેવાલ આગામી સપ્તાહમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરાશે. પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં નામો પર આખરી મહોર માર્યા બાદ મેન્ડેટ જાહેર થશે અને જિલ્લાની તમામ સંસ્થાઓના નવા પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ તેમજ મહામંત્રીઓ સંજય પટેલ, બાબુજી ઠાકોર અને લાલજી દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં મનપાનું મેગા ડિમોલિશન:હાપા પાસે ગરીબોના આવાસ માટે 1.20 લાખ ફૂટ જમીન દબાણમુક્ત કરાઈ; 16 આસામીના કોમર્શિયલ બાંધકામો પર JCB ફરી વળ્યા
    Next Article
    હાર્દિક પંડ્યા બાદ ઓલરાઉન્ડર કેપ્ટન મળ્યો:‘કિરણ મોરે T20'માં નિનાદ રાઠવાના 52 બોલમાં 137 રન ફટકાર્યા બાદ કહ્યું: મેં નક્કી કર્યું હતું કે, હું આખી ઇનિંગ રમીશ અને સકારાત્મક અભિગમ સાથે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment