Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં મનપાનું મેગા ડિમોલિશન:હાપા પાસે ગરીબોના આવાસ માટે 1.20 લાખ ફૂટ જમીન દબાણમુક્ત કરાઈ; 16 આસામીના કોમર્શિયલ બાંધકામો પર JCB ફરી વળ્યા

    9 hours ago

    ચૂંટણીની આચારસંહિતા અને પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ જામનગર મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. શહેરના હાપા વિસ્તારમાં વર્ષોથી જમીન દબાવીને બેઠેલા તત્વો સામે લાલ આંખ કરી મનપાએ રવિવારે (3 મે) વહેલી સવારે 'મેગા ડિમોલિશન' હાથ ધર્યું હતું. આ ઓપરેશન હેઠળ અંદાજે 1.20 લાખ ચોરસ ફૂટ જેટલી વિશાળ સરકારી જમીનને દબાણમુક્ત કરવામાં આવી છે. ચૂંટણી બાદ મનપા 'એક્શન મોડ'માં છેલ્લા કેટલાય સમયથી ચૂંટણીની વ્યસ્તતાને કારણે અટકેલી વહીવટી કામગીરી હવે વેગ પકડતી જોવા મળી રહી છે. જામનગર મનપાના એસ્ટેટ વિભાગે રવિવારની રજાના દિવસે વહેલી સવારે ઓપરેશન શરૂ કરીને દબાણકર્તાઓને મોકું આપ્યું ન હતું. હાપા પાસે આવેલા ઈસ્કોન મંદિરની બરાબર સામેના પ્લોટમાં આ કામગીરી કરવામાં આવી હતી. 16 આસામીના કોમર્શિયલ બાંધકામો પર JCB ફરી વળ્યા તંત્ર દ્વારા મળતી માહિતી મુજબ, આ સ્થળ પર કુલ 16 જેટલા આસામીઓએ ગેરકાયદેસર રીતે કબજો જમાવ્યો હતો. આ કિંમતી જમીન પર રહેણાક નહીં પરંતુ મોટાપાયે કોમર્શિયલ બાંધકામો કરી દેવામાં આવ્યા હતા. મનપાના કાફલાએ સ્થળ પર પહોંચી નીચે મુજબના સાધનો અને સ્ટાફ સાથે ડિમોલિશન શરૂ કર્યું હતું: '50 કર્મચારી, 8 JCB અને 6 ટ્રેક્ટરનો ઉપયોગ' : આસિસ્ટન્ટ કમિશનર મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વણરવાએ જણાવ્યું હતું કે, આજ રોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા હાપા વિસ્તારમાં, ઈસ્કોન મંદિરની સામે જે આવાસનો હેતુ ધરાવતો પ્લોટ છે, ત્યાં થયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અહીં લગભગ 1,20,000 ચોરસ ફૂટ જેટલી જગ્યામાં 16 જેટલા આસામીઓએ ગેરકાયદેસર રીતે કોમર્શિયલ બાંધકામો અને દબાણો કર્યા હતા. આ તમામ દબાણોને દૂર કરી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. આ કામગીરીમાં મનપાના વિવિધ વિભાગો જેવા કે એસ્ટેટ, લાઈટ, ફાયર, સ્લમ અને સિક્યુરિટીના 50 જેટલા કર્મચારી, 8 જેસીબી અને 6 ટ્રેક્ટર સાથે જોડાયા છે. આ જગ્યાનો ઉપયોગ હવે શહેરી ગરીબોના આવાસ બનાવવા માટે કરવામાં આવશે. ગરીબોના આવાસ માટેનો મોકળો માર્ગ આ સમગ્ર જમીન વાસ્તવમાં શહેરી ગરીબ આવાસ યોજના માટે ફાળવવામાં આવી હતી. દબાણોને કારણે આ યોજના લાંબા સમયથી ખોરંભે પડી હતી. હવે 1.20 લાખ ચોરસ ફૂટ જમીન ખાલી થતા, આગામી દિવસોમાં અહીં જરૂરિયાતમંદ પરિવારો માટે આવાસ બનાવવાની પ્રક્રિયા ઝડપી બનશે. જામનગરમાં સરકારી જમીન પચાવી પાડનારા તત્વો સામે આ એક કડક સંદેશ છે. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં સર્વે કરીને ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે. આ ઓપરેશનને પગલે શહેરના ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર બાંધકામ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. મનપાના આ કડક વલણની સ્થાનિક લોકોમાં પણ ચર્ચા જોવા મળી રહી છે. --- આ પણ વાંચો દેવભૂમિ દ્વારકામાં 2 દિવસમાં 4.44 કરોડ સરકારી જમીન ખુલ્લી કરાઈ ધર્મનગરી દ્વારકા અને આસપાસના દરિયાકાંઠા વિસ્તારોમાં સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદેસર બાંધકામો સામે વહીવટી તંત્રએ લાલ આંખ કરી હતી. છેલ્લા બે દિવસથી ચાલી રહેલી આ વ્યાપક ડિમોલિશન ડ્રાઈવમાં સવા કરોડથી વધુની કિંમતના ધાર્મિક દબાણો સહિત કુલ કરોડો રૂપિયાની સરકારી મિલકતો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. SDM અમોલ આવટેની આગેવાનીમાં છેલ્લા 2 દિવસમાં 4.44 કરોડ અને અત્યાર સુધીમાં 325 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઈ. સંપૂર્ણ અહેવાલ વાંચો…
    Click here to Read More
    Previous Article
    ફાલ્ટા બેઠક પર TMCનો ભાજપને પડકાર:અભિષેક બેનર્જીએ કહ્યું-ગુજરાતી ગેંગને દસ જનમ પણ ઓછા પડશે; 21 મેના રોજ અહીં ફરીથી મતદાન
    Next Article
    પાટણમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે પદાધિકારીઓ પસંદ કરવાની કવાયત:જિલ્લા પંચાયત,સિદ્ધપુર પાલિકા સભ્યો સાથે ભાજપ નિરીક્ષકોની સેન્સ પક્રિયા , પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ કરશે આખરી નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment