Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના નવા મેયર સહિતના હોદ્દાઓ માટે સેન્સ પ્રકિયા શરૂ:દુષ્યંત પંડયા, માયાબેન કોડનાની અને પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ સહિતના આગેવાનો હાજર, સેન્સ આપનારા હોદ્દેદારોએ કહ્યું: પાર્ટી જે પણ નિર્ણય લેશે એ શિરોમાન્ય રહેશે

    4 days ago

    વડોદરા મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની નિમણૂક પ્રક્રિયા શરૂ થઈ છે. મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ, દંડક તેમજ પક્ષના નેતાની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ નિમણૂક પ્રક્રિયા અંતર્ગત પ્રદેશના આગેવાનો દ્વારા વડોદરામાં સ્થિત નમો કમલમ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહીને સેન્સ લેવામાં આવી રહી છે. આ પ્રક્રિયામાં દુષ્યંત પંડયા, માયાબેન કોડનાની અને પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ સહિતના આગેવાનો હાજર રહ્યા છે. આ ઉપરાંત વડોદરા જિલ્લા પંચાયતમાં હોદ્દેદારો માટે પણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાના હોદ્દેદારોની પસંદગી માટે વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ, નવા ચૂંટાયેલા કાઉન્સિલરો, પ્રદેશ કારોબારી સભ્યો, ધારાસભ્યો, પદાધિકારીઓ તેમજ સાંસદો પોતાના અભિપ્રાયો (સેન્સ) રજૂ કરી રહ્યા છે. આ સમગ્ર પ્રક્રિયા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. મોબાઈલ બહાર મૂકીને જ હોદ્દેદારો માટે જઈ શકે છે. વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની પદ્ધતિ અને પ્રક્રિયા અનુસાર, આજે પ્રદેશમાંથી નિરીક્ષકો વડોદરા પધાર્યા છે. તેઓ આજે આખો દિવસ અપેક્ષિત શ્રેણીના કાર્યક્રરોને સાંભળશે. આ પ્રક્રિયામાં વોર્ડ પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, પ્રદેશના હોદ્દેદારો, સાંસદ સભ્ય, ધારાસભ્યોઅને વડોદરા મહાનગરની સંગઠનની સંપૂર્ણ ટીમને નિરીક્ષકો સાંભળશે. આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે જે દર વખતે થતી હોય છે. નિરીક્ષકો તમામની રજૂઆતો સાંભળ્યા બાદ તેનો અહેવાલ તૈયાર કરીને પ્રદેશમાં સબમિટ કરશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રક્રિયા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, નેતા પક્ષ અને દંડક માટે ચાલી રહી છે. જેના માટે પ્રદેશ કારોબારી સભ્ય દુષ્યંત પંડ્યા, પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં પૂર્વ મંત્રી માયાબેન કોડનાની અને પ્રદેશ ઓબીસી મોરચાના ઉપાધ્યક્ષ પ્રગ્નેશ બ્રહ્મભટ્ટ આવ્યા છે. આ ત્રણેય મહાનુભાવો અત્યારે સંગઠનના તમામ કાર્યકર્તાઓ અને પ્રતિનિધિઓને સાંભળી રહ્યા છે. વોર્ડ નંબર 4ના પ્રમુખ પ્રતીક જેઠવાએ જણાવ્યું હતું કે, અમારા માટે તો એક જ વાત છે કે પાર્ટી સર્વોપરી છે. પાર્ટી જે પણ નિર્ણય લેશે એ અમારા માટે શિરોમાન્ય રહેશે. આગળ જે વિકાસના કાર્યો અત્યારે થઈ રહ્યા છે, તે વધુ ગતિથી આગળ વધે અને શહેરનો સર્વાંગી વિકાસ થાય તે જ અમારો મુખ્ય હેતુ છે. પાર્ટી જે પણ નિર્ણય લે છે તે હંમેશા વિચારપૂર્વક અને હિતકારી જ હોય છે. મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે પણ પાર્ટી દ્વારા લેવામાં આવેલો નિર્ણય શહેરના ભવિષ્ય માટે ખૂબ જ સારો અને સકારાત્મક રહેશે.
    Click here to Read More
    Previous Article
    પુત્રવધૂના પરિવારે વેવાઈનું ઢીમ ઢાળી દીધું:અમદાવાદમાં હત્યા થતાં લોકો રસ્તે ઉતર્યા, રાજીવનગરથી જીવરાજ તરફ જતો રસ્તો બંધ; 22 સેકન્ડમાં 36 ફટકા માર્યા, CCTV
    Next Article
    Delhi AC Blast News Live | મકાનનાં ACમાં બ્લાસ્ટ થયો જે બાદ આગ લાગતા 9 લોકોનાં મોત | Fire | Rescue

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment