Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુત્રવધૂના પરિવારે વેવાઈનું ઢીમ ઢાળી દીધું:અમદાવાદમાં હત્યા થતાં લોકો રસ્તે ઉતર્યા, રાજીવનગરથી જીવરાજ તરફ જતો રસ્તો બંધ; 22 સેકન્ડમાં 36 ફટકા માર્યા, CCTV

    9 hours ago

    અમદાવાદ શહેરના જીવરાજબ્રિજ નીચે હત્યાનો બનાવ બન્યો છે. ગઇકાલે(2 મે) ચાર અસામાજિક તત્વોએ ભેગા મળીને લાકડી અને લોખંડની પાઇપ વડે હુમલો કરી એક શખસને ઇજાગ્રસ્ત કર્યો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. મૃતક નટુ પરમારની પુત્રવધૂના પરિવારે પારિવારિક વિવાદમાં આ હત્યાને અંજામ આપ્યો છે. ઘટના બાદ આક્રોશિત પરિવારજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા છે અને પોલીસ સામે સૂત્રોચ્ચાર કર્યા છે. સાથે જ રાજીવનગરથી જીવરાજ તરફ જતો રસ્તો પણ બંધ કરી દીધો છે. હત્યાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે 4 અસામાજિક તત્વો 22 સેકન્ડમાં લોખંડની પાઇપ અને ધોકાના 36 ફટકા મારે છે. સમગ્ર મામલે આનંદનગર પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. પુત્ર કિટલી પર બેઠો હતો ત્યારે પિતા પર હુમલાની જાણ થઈ સેટેલાઈટમાં રહેતા કૌશિક પરમાર નામના 25 વર્ષીય યુવકે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પિતા નટુભાઈ પરમાર પ્લમ્બિંગનું કામ કરે છે. ગઈકાલે રાતે કૌશિક ચાની કિટલી પર બેઠો હતો ત્યારે તેના મિત્રએ જણાવ્યું હતું કે તેના પિતા નટુભાઈ પર કેટલાક લોકોએ હુમલો કર્યો છે. જેથી કૌશિક સ્થળ પર પહોંચ્યો હતો જે બાદ રિક્ષામાં કૌશિકના પિતા નટુભાઈને સારવાર માટે સેટેલાઈટની પારેખ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. લોખંડની પાઇપો અને લાકડાના ધોકા વડે માથા-શરીરના ભાગે માર માર્યો પારેખ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નટુભાઈનું મોત થયું હતું. નટુભાઈ પર કનુ ઉર્ફે કાંતિ, હસમુખ, કેતન અને અન્ય બે શખ્સોએ ભેગા મળીને જીવરાજબ્રિજની નીચે બાપાસીતારામ મોબાઇલ શોપની પાસે લોખંડની પાઇપો અને લાકડાના ધોકા વડે માથા અને શરીરના ભાગે માર માર્યો હતો. હુમલાના કારણ અંગે તપાસ આ બનાવના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. સમગ્ર મામલે આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નટુભાઈ પર કયા કારણથી હુમલો કરવામાં આવ્યો તે બાબતે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Puducherry Election Results 2026: Date, Timings, Where to Check Puducherry Assembly Election results online by ECI?
    Next Article
    વડોદરાના નવા મેયર સહિતના હોદ્દાઓ માટે સેન્સ પ્રકિયા શરૂ:દુષ્યંત પંડયા, માયાબેન કોડનાની અને પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ સહિતના આગેવાનો હાજર, સેન્સ આપનારા હોદ્દેદારોએ કહ્યું: પાર્ટી જે પણ નિર્ણય લેશે એ શિરોમાન્ય રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment