Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંત સવૈયાનાથ નજીક હુમલો કરનાર ઝડપાયા:પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું

    8 hours ago

    સુરેન્દ્રનગરના સંત સવૈયાનાથ ટાઉનશીપ નજીક જાહેર માર્ગ પર આતંક મચાવી હુમલો કરનાર શખ્સોને બી ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. આ મામલે બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ ફરિયાદ મુજબ, સુરેન્દ્રનગર-વઢવાણ મોંઘીબેન છાત્રાલય પાછળ સંત સવૈયાનાથ ટાઉનશીપના ગેટ પાસે એક પીકઅપ ગાડીએ ફરિયાદીની ગાડીને ટક્કર મારી ઊભી રાખી દીધી હતી. ગાડીમાંથી પાંચ શખ્સો હથિયારો સાથે ઉતરી આવ્યા હતા અને જૂની અદાવત રાખી હુમલો કર્યો હતો. આરોપી કાલીસિંગ ભાટિયાએ તલવાર વડે ફરિયાદીના માથા અને અંગૂઠાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. અન્ય આરોપીઓ શેટ્ટીસિંગ ભાટિયા, રાજુસિંગ ટાંક, રવિન્દ્રસિંગ અને શેરસિંગ કિશનસિંગે લાકડી અને લોખંડના પાઈપ વડે આડેધડ માર માર્યો હતો. હુમલાખોરોએ આયાસિંગ નામના વ્યક્તિને પણ માથામાં પાઈપ મારી ગંભીર ઈજા કરી હતી. આસપાસના લોકો એકઠા થઈ જતા હુમલાખોરો પોતાની પીકઅપ ગાડી મૂકીને નાસી છૂટ્યા હતા. આ બનાવમાં કાલીસિંગ ભાટિયા, શેટ્ટીસિંગ ઉર્ફે મનવરસિંહ, રાજુસિંગ ટાંક, રવિન્દ્રસિંગ ભાટિયા અને શેરસિંગ કિશનસિંગ ભાટિયા સામે ગુનો નોંધાયો હતો. બીજી તરફ, કાલીસિંગ ઉર્ફે કાલી શેરસિંગ ભાટિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, 29 એપ્રિલના રોજ વહેલી સવારે તેઓ પોતાના પિતા, ભાઈ અને ભત્રીજા સાથે પીકઅપ ગાડી લઈને ભૂંડ પકડવા જઈ રહ્યા હતા. આ દરમિયાન સામેથી આવતી એક ટાટા યોદ્ધા ગાડીના ચાલકે તેમની ગાડીને અચાનક ટક્કર મારી હતી. ગાડી અથડાયા બાદ આરોપી માનસિંગ રાજુસિંગ ટાંક છરી સાથે અને આયાસિંગ પટવા લાકડાના ધોકા સાથે નીચે ઉતર્યા હતા. આરોપીઓએ જૂની અદાવતનું મનદુખ રાખી ફરિયાદીના હાથમાં છરીનો ઘા ઝીંક્યો હતો. તેમના પિતા શેરસિંગને સાથળના ભાગે છરી મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત, લાકડાના ધોકા વડે ફરિયાદીના મોટાભાઈ અને ભત્રીજાને પણ માર મારવામાં આવ્યો હતો. હુમલો કર્યા બાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ મામલે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં માનસિંગ રાજુસિંગ ટાંક, કરનેલસિંગ રાજુસિંગ ટાંક, શેરસિંગ ઈશ્વરસિંગ ટાંક અને આયાસિંગ તીરથસિંગ પટવા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે આ કાર્યવાહી દ્વારા અન્ય કોઈ વ્યક્તિ આવા ગુનાહિત કૃત્યો ન કરે તે માટે કડક સંદેશ આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પશ્ચિમી પવનથી ગરમીનું જોર વધ્યું, 43.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર ગરમ:અમદાવાદમાં 43.2 તો રાજકોટમાં 43 ડિગ્રી તાપમાન, કાલથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે
    Next Article
    Thomas Cup 2026: The man who cooked Dal at midnight

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment