Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશ્ચિમી પવનથી ગરમીનું જોર વધ્યું, 43.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર ગરમ:અમદાવાદમાં 43.2 તો રાજકોટમાં 43 ડિગ્રી તાપમાન, કાલથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે

    9 hours ago

    રાજ્યમાં ફરી એકવાર તાપમાનનો પારો ઉંચકાતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી વધતી ગરમી વચ્ચે આજે પણ મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચતાં નાગરિકોને અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો છે. પશ્ચિમ દિશા તરફથી ફૂંકાતા ગરમ પવનોના કારણે ગરમીનું જોર વધ્યું છે. જેના કારણે દિવસ દરમિયાન તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. કાલથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે છેલ્લા 24 કલાકમાં 10 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પર પહોંચી ગયું છે. હજુ આજે પણ ગરમી અને ઉકળાટ રહેવાનું અનુમાન છે. 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે કાલથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. મોટા ભાગના શહેરમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મેં મહિનામાં અસહ્ય ગરમી પડશે પવનની દિશા બદલાઈ હોવાથી રાજ્યના નાગરિકોને હજુ પણ ગરમી સહન કરવી પડશે. આજમાં દિવસમાં તાપમાનમાં કોઈપણ મોટો ફેરફાર જોવા મળશે નહીં. પશ્ચિમ દિશા તરફથી ફૂંકાતા પવન ગરમ અને સૂકા હોવાથી તાપમાનમાં કોઈ બદલાવ જોવા મળી રહ્યો નથી. જો કે મેં મહિનામાં શરૂઆતથી જ અસહ્ય ગરમીની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી દિવસ દરમિયાન જ નહીં રાત્રે પણ લોકોને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. વેસ્ટ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેવાનું છે. આગામી 24 કલાક સુધી તાપમાનમાં કોઈપણ બદલાવ જોવા મળશે નહીં. બેથી ત્રણ ડિગ્રી સુધી તાપમાન ઘટવાનું અનુમાન છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અસર જોવા મળી રહી છે. તેમજ વેસ્ટ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. દરિયાકાંઠા વિસ્તારમાં 45થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. આ પણ વાંચો MP-રાજસ્થાન સહિત 8 રાજ્યોમાં વાવાઝોડું-વરસાદ દેશના મોટાભાગના વિસ્તારોમાં શનિવારે ભારે પવનો સાથે વરસાદે ભીષણ ગરમીમાંથી રાહત આપી. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર અને છત્તીસગઢ એટલે કે 8 રાજ્યોમાં તેજ પવનો સાથે વરસાદ થયો. ઘણી જગ્યાએ કરા પણ પડ્યા. રાજસ્થાનના જયપુર, બીકાનેર, જોધપુર સહિત ઘણા શહેરોમાં તેજ આંધી ચાલી. 11 શહેરોમાં પારો 40 ડિગ્રીથી નીચે આવી ગયો. જયપુરના જયસિંહપુરા ખોરમાં તોફાનથી વીજળીનો તાર તૂટીને રસ્તા પર પડી ગયો. તેની ઝપેટમાં આવવાથી બાઇક સવાર યુવક જીવતો સળગી ગયો. ઉત્તરાખંડના દેહરાદૂનમાં કરા પડ્યા. ઉત્તરકાશીમાં સીએમ પુષ્કર સિંહ ધામીનું હેલિકોપ્ટર કરા પડવા વચ્ચે લેન્ડ થયું. આ તરફ, દેશના ઘણા શહેરોમાં હજુ પણ હીટવેવની સ્થિતિ છે. શનિવારે મહારાષ્ટ્ર અને રાજસ્થાનના 4 શહેરોમાં તાપમાન 44°C થી વધુ રહ્યું. મહારાષ્ટ્રનું વર્ધા 44.5°C તાપમાન સાથે દેશમાં સૌથી ગરમ રહ્યું. ચંદ્રપુરમાં 44.4°C પારો રહ્યો. રાજસ્થાનના જેસલમેરમાં 44.4°C અને બાડમેરમાં 44.3°C તાપમાન નોંધાયું. છત્તીસગઢના ધમતરીમાં રસ્તાઓ પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    મણિપુર હિંસા-3 વર્ષમાં ફક્ત CM બદલાયા, પરિસ્થિતિ નહીં:કેન્દ્ર સરકાર 2029 સુધીમાં ઉગ્રવાદ ખતમ કરવાની તૈયારીમાં; અમરનાથ યાત્રા પછી શરૂઆત
    Next Article
    સંત સવૈયાનાથ નજીક હુમલો કરનાર ઝડપાયા:પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment