Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં આધેડની હત્યા:જીવરાજબ્રિજની નીચે યુવકો ધોકા અને પાઇપ વડે આધેડ પર તૂટી પડ્યા

    8 hours ago

    અમદાવાદ શહેરના જીવરાજ બ્રિજ નીચે હત્યાનો બનાવ બન્યો છે. ચાર શખ્સોએ ભેગા મળીને લાકડી અને લોખંડની પાઇપ વડે હુમલો કરી આધેડને ઇજાગ્રસ્ત કર્યા હતા. ઇજાગ્રસ્ત આધેડને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. હત્યાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આનંદનગર પોલીસ સમગ્ર મામલે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. સેટેલાઈટમાં રહેતા કૌશિક પરમાર નામના 25 વર્ષીય યુવકે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પિતાના નટુભાઈ પરમાર પ્લમ્બિંગનું કામ કરે છે.ગઈકાલે રાતે કૌશિક ચાની કેટલી ઉપર બેઠો હતો ત્યારે તેના મિત્રએ જણાવ્યું હતું કે તેના પિતા નટુભાઈ પર કેટલાક લોકોએ હુમલો કર્યો છે.જેથી કૌશિક સ્થળ પર પહોંચ્યો હતો જે બાદ રીક્ષામાં કૌશિકના પિતા નટુભાઈને સારવાર માટે સેટેલાઈટની પારેખ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પારેખ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નટુભાઈનું મોત થયું હતું.નટુભાઈ પર કનુ ઉર્ફે કાંતિ,હસમુખ,કેતન અને અન્ય બે શખ્સોએ ભેગા મળીને જીવરાજ બ્રિજની નીચે બાપાસીતારામ મોબાઇલ શોપની પાસે લોખંડની પાઇપો અને લાકડાના ધોકા વડે માથા અને શરીરના ભાગે માર માર્યો હતો.આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.સમગ્ર મામલે આનંદ નગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.નટુભાઈ પર કયા કારણથી હુમલો કરવામાં આવ્યો તે બાબતે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ સમાચાર અપડેટ કરી રહ્યા છે
    Click here to Read More
    Previous Article
    દિલ્હીની લોઅર કોર્ટના જજે આત્મહત્યા કરી:પત્નીના દુપટ્ટાથી ફાંસો ખાઈ લટકી ગયો, પત્ની સાથે ઝઘડો ચાલી રહ્યો હતો; મરતા પહેલા પિતાને કહ્યું- જીવવું મુશ્કેલ થયું છે
    Next Article
    પોલીસે ગીરવે મૂકેલા 51 લાખના દાગીના પરત અપાવ્યા:3 વર્ષથી વ્યાજખોરોની ચુંગલમાં ફસાયેલું 35 તોલા સોનું પાછું મળ્યું; દંપતીની આંખોમાં હર્ષના આંસુ, મીઠડા લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment