Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસે ગીરવે મૂકેલા 51 લાખના દાગીના પરત અપાવ્યા:3 વર્ષથી વ્યાજખોરોની ચુંગલમાં ફસાયેલું 35 તોલા સોનું પાછું મળ્યું; દંપતીની આંખોમાં હર્ષના આંસુ, મીઠડા લીધા

    2 days ago

    સામાન્ય જનતાના રક્ષણ અને ન્યાય માટે સદાય તત્પર રહેતી સુરેન્દ્રનગર પોલીસે વધુ એકવાર પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસે ગેરકાયદેસર વ્યાજખોરી સામે કડક વલણ અપનાવી, એક અરજદારના ગીરવે રાખેલા 35 તોલા સોનાના દાગીના (કિંમત અંદાજે રૂ. 51 લાખ) પરત અપાવી ન્યાયિક હિતનું રક્ષણ કર્યું છે. શું હતો સમગ્ર મામલો? સુરેન્દ્રનગરની જે.પી. શેરીમાં રહેતા અનિલ હિરાભાઈ પરમાર નામના નાગરિકે પોતાની આર્થિક જરૂરિયાતને પહોંચી વળવા માટે સામાવાળા (1) જાલા મેપાભાઈ બાંમભા અને (2) હિતેશ સતાભાઈ ખરગીયા પાસે સોનાના દાગીના ગીરવે મૂકી નાણા ઉછીના લીધા હતા. અરજદારના જણાવ્યા અનુસાર, તેમણે લીધેલી તમામ રકમ સામાવાળાઓને વ્યાજ સહિત પરત ચૂકવી દીધી હતી. આમ છતાં, સામાવાળાઓ વધુ નાણાની ગેરકાયદેસર માંગણી કરી રહ્યા હતા અને અરજદારના દાગીના પરત આપવા આનાકાની કરતા હતા. ગેરકાયદેસર વ્યાજખોરી ડામવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધીક્ષક પાર્થ પરમાર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ દરમિયાન અરજદાર અનિલભાઈએ રૂબરૂ મળીને પોતાની આપવીતી જિલ્લા પોલીસ વડાને જણાવી હતી. મામલાની ગંભીરતાને ધ્યાને લઈ, પોલીસ અધિક્ષક દ્વારા તુરંત જ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. રૂ. 51 લાખની મતા પરત મળતા દંપતીમાં ખુશીનો માહોલ એ ડીવીઝન પોલીસે તાત્કાલિક હરકતમાં આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના દબાણ અને કડક તપાસને પગલે સામાવાળાઓ પાસેથી 35 તોલા સોનાના દાગીના મેળવી અરજદારને પરત સોંપવામાં આવ્યા હતા. પોતાની જીવનભરની કમાણી જેવા કિંમતી દાગીના પરત મળતા અરજદાર દંપતીની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. અરજદાર અનિલ પરમારે જણાવ્યું હતું કે, અમે પોલીસવડાનો સંપર્ક કર્યો અને તંત્રએ જે ઝડપથી અમને ન્યાય અપાવ્યો છે તે બદલ અમે સમગ્ર સુરેન્દ્રનગર પોલીસના આભારી છીએ. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી આ ઝુંબેશને કારણે સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે, જો કોઈ વ્યાજખોર હેરાન કરતું હોય તો ડર્યા વગર પોલીસનો સંપર્ક કરવો.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં આધેડની હત્યા:જીવરાજબ્રિજની નીચે યુવકો ધોકા અને પાઇપ વડે આધેડ પર તૂટી પડ્યા
    Next Article
    Did AC Explosion Lead To Delhi Building Fire? What Resident Says

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment