Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારામારી:પ્રેમસંબંધની શંકા રાખી અગિયાર શખ્સો વચ્ચે મારામારી સર્જાઇ

    8 hours ago

    ભાવનગર શહેરમાં રહેતી એક મહિલાના પતિ છ દિવસથી ઘરે ન આવતા પ્રેમસંબંધની શંકા રાખી તેમના પતિના પરિચયમાં આવેલી મહિલાને ફોન કર્યો હતો. જે બાદ સાત મહિલાઓ સહિત અગિયાર લોકો સરીતા સોસાયટીમાં રહેતા વિશ્વાબા ગોહિલના ઘરે ભેગા થયા હતા અને પ્રેમસંબંધની શંકાએ સાત મહિલા સહિત 11 શખ્સો વચાળે સશસ્ત્ર મારમારી સર્જાઇ હતી. શહેરમાં રહેતા વિશ્વાબા જયેન્દ્રસિંહ ગોહિલએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિ જયેન્દ્રસિંહ છ દિવસથી ઘરે આવેલ ન હોય અને તેમનો ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો. જેને લઇને વિશ્વાબા ગોહિલ તેમના પતિ સાથે અગાઉ પ્રેમસંબંધ ધરાવતા સોનલબા જાડેજાના સંબંધીના ઘરે ગયા હતા અને જ્યાં જઇને ક્યાં છે સોનલ, તેણે મારા પતિને ક્યાં સંતાડેલ છે તેમ કહી બોલાચાલી કરેલ હતી. જેની જાણ ઉર્મિલાબાએ સોનલબાને કરતા સોનલબા અને ઉર્મિલાબા બંન્ને વિશ્વાબાના ઘરે ગયેલા હતા. જ્યાં વિશ્વાબા ગોહિલે બંન્ને મહિલાઓને તેમના ઘરની અંદર લઇ જઇ વિશ્વાબા જયેન્દ્રસિંહ ગોહિલ, કિર્તીબા ગોહિલ, રિદ્ધીબા ગોહિલ, અજુબા ગોહિલ, કૃપાબા ગોહિલ, મહિપતસિંહ ગોહિલ અને મનહરસિંહ ગોહિલએ એક સંપ કરી સોનલબાને ગંભીર મારમાર્યો હતો. જે દરમિયાન સોનલબાના સંબંધી અનિરૂદ્ધસિંહ અને શક્તિસિંહ આવી જતાં તમામ વચાળે ગંભીર મારમારી સર્જાતા સોનલબાને ગંભીર હાલતે સારવારમાં ખસેડાયા હતા. જ્યાં સોનલબા રામદેવસિંહ જાડેજાએ વિશ્વાબા જયેન્દ્રસિંહ ગોહિલ,કિર્તીબા ગોહિલ, રિદ્ધીબા ગોહિલ, અજુબા ગોહિલ, કૃપાબા ગોહિલ, મહિપતસિંહ ગોહિલ, મનહરસિંહ ગોહિલ વિરૂદ્ધ તેમજ વિશ્વાબા ગોહિલે સોનલબા રામદેવસિંહ જાડેજા, ઉર્મીલાબા અનિરૂદ્ધસિંહ ઉર્ફે ભયલુભા જાડેજા, અનિરૂદ્ધસિંહ ઉર્ફે ભયલુભા જયુભા જાડેજા અને શક્તિસિંહ ગોહિ વિરૂદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    શિક્ષકની ધરપકડ:મ્યુ.શાળાના આચાર્ય ઉપર હુમલાના પ્રયાસમાં શિક્ષકની ધરપકડ
    Next Article
    છેતરપિંડી:મહુવા સ્ટેશનરીના વેપારી સાથે ₹90 હજારની છેતરપિંડી આચરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment