Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષકની ધરપકડ:મ્યુ.શાળાના આચાર્ય ઉપર હુમલાના પ્રયાસમાં શિક્ષકની ધરપકડ

    7 hours ago

    ભાવનગર મ્યુ. શાળાના મુખ્ય શિક્ષક દ્વારા મદદનીશ શિક્ષકને મધ્યાહન ભોજનની વ્યવસ્થા જાળવવાની સુચના આપવા છતાં મદદનીશ શિક્ષકે બેદરકારી દાખવતા મુખ્ય શિક્ષકે તેમને ઠપકો આપ્યો હતો. જેની દાઝ રાખી મદદનીશ શિક્ષકે મુખ્ય શિક્ષક મગનભાઇ ડોડીયાને ધમકી આપી, હુમલાનો પ્રયાસ કરનાર મદદનીશ શિક્ષકની ધરપકડ કરાઇ છે. ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા નંબર 44 કન્યા શાળા ખાતે તાજેતરમાં શાળાના મદદનીશ શિક્ષક સાબાનઅલી બરકતઅલી જીવાણી પોતાની ફરજમાં બેદરકારી દાખવી હતી. જે મામલે મુખ્ય શિક્ષક મગનભાઇ ડોડીયાએ મધ્યાન ભોજન ના વિદ્યાર્થીઓને જમાડવાની વ્યવસ્થામાં રહેવા જણાવ્યું હતું પરંતુ મદદનીશ શિક્ષકે સુચનાને વખોડી કાઢી રિશેષ દરિયાન અંગત કામે બહાર જતા રહેલ હતા. જે મામલે મગનભાઈ પી. ડોડીયાએ તેમને ઠપકો આપ્યો હતો. જેની દાઝે સાબાનઅલી જીવાણીએ મુખ્ય શિક્ષક મગનભાઇ ડોડીયાએ ગાળો આપી હતી અને હુમલાનો પ્રયાસ કરી, ધમકી મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે મામલે નિલમબાગ પોલીસે મદદનીશ શિક્ષક સાબાનઅલી બરકતઅલી જીવાણીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    A father’s belief, a daughter’s dream: Nandni Sharma’s rise to India’s T20 World Cup squad
    Next Article
    મારામારી:પ્રેમસંબંધની શંકા રાખી અગિયાર શખ્સો વચ્ચે મારામારી સર્જાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment