Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હનીટ્રેપનો મામલો:ધોરાજીના વેપારીને હનીટ્રેપમાં ફસાવી એક લાખ પડાવ્યા,બે મહિલા સહિત સાત સામે ફરિયાદ

    8 hours ago

    ધોરાજીના કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી બે મહિલા સહિત સાત શખ્સે એક લાખ પડાવી લીધાની ફરિયાદ નોંધાતા પોલીસ દોડતી થઇ હતી ટોળકી પૈકીના ચાર આરોપીની ધરપકડ કરી લીધી છે, જ્યારે મહિલાની ઓળખ હવે પછી જાહેર કરાશે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. ધોરાજીના કારખાનેદાર પારસ પરસોતમભાઇ સોજીત્રાના ફોનમાં ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડશીપ એપ ડાઉનલોડ થઇ ગઇ હતી અને તેમાં તરત જ હાઇ નામે મેસેજ ફલેશ થતાં કારખાનેદાર ભેરવાયો હતો. હની ટ્રેપમાં ફસાવવાનો શિકાર શોધતી ટોળકીએ યુવકને ઉપલેટા નજીક વાડીએ બોલાવી , તેને નગ્ન કરી વીડિયો ઉતારી લીધો હતો અને બાદમાં આક્ષેપ કર્યો હતો કે તેણે તેમના ભત્રીજા પર દુષ્કર્મ કર્યું છે અને અમારી પાસે બધા જ પુરાવા છે એમ કહી બેફામ માર મારી એ વખતે 1500 રોકડા આંચકી લીધા હતા, આટલેથી ન અટકી એક લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. બાદમાં યુવકને ધમકી આપી હતી કે જો આ અંગે કોઇને કશી વાત કરશે તો જીવથી હાથ ધોવા પડશે. કારખાને દારે પોતે ફસાઇ ગયો હોવાનો અહેસાસ થતાં પોલીસનું શરણું લીધું હતું અને બે મહિલા સહિત સાત સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી લીધી છે જ્યારે મહિલાની ઓળખ હવે જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ કેસની વધુ તપાસ પીઆઇ ભાવેશ પટેલ ચલાવી રહ્યા છે. બનાવ અંગેની ફરિયાદ નોંધાવતાં પારસ સોજિત્રાએ આરોપી તરીકે ચિરાગ પટેલ, નિકુંજ પટેલ, પ્રતિક ગજેરા અને રઘુ રાઠોડ તેમજ અન્ય બે અજાણી મહિલાના નામ આપ્યા હતા જેમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આ ચારેય આરોપીની ધરપકડ કરી લીધી છે. પારસે ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે પોતે જૂનાગઢ રોડ પર રાધે એન્જિનિયરિંગ નામે લેથનું કારખાનું ધરાવે છે અને પાંચ છ મહિના પહેલાં તેનાથી રીલ્સ જોતી વખતે ફ્રેન્ડશીપ એપ ડાઉનલોડ થઇ ગઇ હતી. અને તેમાં હાઇનો મેસેજ આવતાં પોતે વાત શરૂ કરી હતી. એવામાં થોડા દિવસ પહેલાં મને આ લોકોએ કહ્યું કે ખાસ વ્યક્તિ સાથે તારી ઓળખાણ કરાવાની છે તેમ કહીને ઉપલેટા પાસેની વાડીએ બોલાવ્યો હતો. બાદમાં ઓરડીમાં લઇ જઇ મારા વસ્ત્રો ઉતારી નગ્ન હાલતમાં વીડિયો ઉતારી લીધો હતો અને બાદમાં બ્લેકમેઇલિંગ શરૂ કર્યું હતું કે તેં અમારા ભત્રીજા પર દુષ્કર્મ કર્યું છે. જો અમને પૈસા નહી આપે તો આ આખો વીડિયો વહેતો કરીને બદનામી કરી દઇશું એટલું કહીને 1500 રોકડા પડાવ્યા એટલું જ નહીં, વધારાના 80 હજારની માગણી કરી હતી અને જો ન આપું તો બદનામી કરવાની ધમકી દીધી હતી. બે મહિલાઓની ચડમણી બાદ વાત એક લાખ પર પહોંચી હતી અને મેં વ્યવસ્થા કરીને એક લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરી આપ્યા હતા. જે પ્રતીક ગજેરાના ખાતામાં પડ્યા હોવાનું મારા જાણમાં આવ્યું હતું. બાદમાં આ આરોપીઓ ત્યાંથી પોબારા ભણી ગયા હતા. ચાર આરોપીની ધરપકડ, વધુ ગુના ખૂલવાની શક્યતા યુવા કારખાનેદાર પારસ સોજિત્રાની ફરિયાદના પગલે ધોરાજી પોલીસ દોડતી થઇ હતી અને હની ટ્રેપમાં સંડોવાયેલા ચાર આરોપી ચિરાગ પટેલ, નિકુંજ પટેલ, પ્રતિક ગજેરા અને રઘુ રાઠોડની ધરપકડ કરી તેમની કડક પૂછપરછ શરૂ કરી છે. આ ટોળકીમાં બે મહિલા પણ સામેલ હોઇ, તેમને પણ ઉઠાવી લેવામાં આવ્યા હોવાનું સુત્રોએ ઉમેર્યું છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન આવા વધુ ગુના ખુલવાની સંભાવના પીઆઇ ભાવેશ પટેલે વ્યક્ત કરી છે. નોંધનીય છે કે, શરૂઆતમાં આ આરોપીઓએ 80 હજાર પડાવ્યા હતા પરંતુ વેપારી કસદાર લાગતા માંગણીની રકમ વધારીને 1 લાખ કરી દીધી હતી એન લઇને જ પાર પાડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:સુરત એરપોર્ટ હવે નામનું જ ‘ઇન્ટરનેશનલ’, બેંગકોકની એક ફ્લાઇટ હતી તે પણ બંધ, 80% પેસેન્જર મળતા હતા, એરલાઇને કહ્યું, નુકસાન થાય છે
    Next Article
    A father’s belief, a daughter’s dream: Nandni Sharma’s rise to India’s T20 World Cup squad

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment