Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:શંકાશીલ પતિએ પત્નીની તબિયત નબળી હોવા છતાં શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું , ના પાડતા માર મારી હડધૂત કર્યાની રાવ

    2 days ago

    પરિણીત જીવનમાં સંવેદના અને સહકારની જગ્યાએ દબાણ, શંકા અને ત્રાસ મળે તો મહિલાની સ્થિતિ કેટલી વિકટ બની શકે તેનું ઉદાહરણ રાજકોટમાં સામે આવ્યું છે. એક પરિણીતાએ પોતાના પતિ દ્વારા શારીરિક સંબંધ માટે દબાણ, ના પાડતા મારકૂટ અને સાસરિયાંઓ દ્વારા માનસિક હેરાનગતિ કરવામાં આવતી હોવાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, કોઠારિયા મેઇન રોડ પર રહેતી તૃપ્તિબેન સાવનભાઈ ટાંક(ઉં.વ.35)દ્વારા મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ આરોપી તરીકે જૂનાગઢ રહેતા પતિ સાવન ટાંક, સાસુ દિવાળીબેન, સસરા પ્રેમજીભાઈ, નણંદ જાગૃતિબેન અને નણંદોયા હિરલના નામો આપ્યા હતા. તેણીએ ફરિયાદ જણાવ્યું હતું કે, તેમના લગ્ન વર્ષ 2017માં જૂનાગઢના સાવનકુમાર ટાંક સાથે થયા હતા. લગ્નજીવનના શરૂઆતના કેટલાક વર્ષો સારા ગયા બાદ સમય જતા સાસુ દ્વારા નાની નાની બાબતોમાં બોલાચાલી અને ટોણાં મારવાની શરૂઆત થઈ હતી. આ દરમિયાન ગર્ભધારણ દરમિયાન તબિયત બગડતા ડૉક્ટરની સલાહથી ગર્ભપાત કરાવવો પડ્યો હતો, જે બાદ પણ સાસરિયાંઓ તરફથી ત્રાસ યથાવત્ રહ્યો હોવાનો આક્ષેપ છે. વર્ષ 2022માં પતિને ગાંધીનગરમાં નોકરી મળતા દંપતી અલગ રહેવા લાગ્યા હતા. બાદમાં ફરી ગર્ભધારણ થતા તૃપ્તિબેન પિયર ગઈ હતી અને 20 મે 2024ના રોજ રાજકોટમાં દીકરીને જન્મ આપ્યો હતો. તેમ છતાં પતિ કે સાસરિયાંઓએ યોગ્ય દેખભાળ લીધી નહોતી. ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, નવેમ્બર 2025માં પતિ પત્નીને જૂનાગઢ ખાતે અલગ મકાનમાં રાખી ગયા હતા, પરંતુ તૃપ્તિબેનની તબિયત નબળી હોવા છતાં પતિ શરીરસંબંધ બાબતે દબાણ કરતા અને ના પાડતા શંકા રાખી ઝઘડા કરતો હતો. સાથે જ સાસરિયાંઓ દ્વારા પતિને ચડામણી કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ છે. ગત તા.28 એપ્રિલ 2026ના રોજ જૂનાગઢ ખાતે પતિએ બોલાચાલી કરી મારકૂટ કરતા તૃપ્તિબેન ગભરાઈ નાની દીકરી સાથે સગાના ઘરે જતી રહી હતી. બીજા દિવસે જૂનાગઢમાં ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં ફરિયાદ લેવાઈ ન હતી, જેથી અંતે રાજકોટ આવી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પતિ સહિત સાસુ-સસરા અને નણંદ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:2 વર્ષમાં પતિ, 2 પુત્ર ગુમાવનાર મહિલાએ દીકરીને ડૉક્ટર બનાવવા દારૂ વેચ્યો, સત્ય જાણતાં ચૂંટણી દરમિયાન પોલીસે તડીપાર કરી નહિ
    Next Article
    એસટી નિગમમાં થશે બમ્પર ભરતી:એસટી નિગમમાં ડ્રાઈવર-કન્ડક્ટરોની 6 હજારની ઘટ સામે કોન્ટ્રાક્ટ પર લેવાની તૈયારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment