Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:ડીઝલની અછતથી પોરબંદરમાં વાહનચાલકો પરેશાન બન્યા

    1 week ago

    પોરબંદરમાં સવારથી પેટ્રોલપંપ ખાતે ડીઝલનો જથ્થો પૂરો થઈ જતા રિક્ષા ચાલકો અને ડીઝલ વાળા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અને પોતાના વાહનોમાં ડીઝલ નાખવા માટે એક પેટ્રોલ પંપથી બીજા પંપ સુધી ધક્કા ખાતા નજરે ચડ્યા હતા. ઉલ્લેખનીય છેકે, ડેપો ખાતે બુદ્ધ પૂર્ણિમાની રજા પાડવામાં આવતા ડીઝલની સપ્લાઈ ખોરવાઈ હતી જેને કારણે આ સ્થિતિ સર્જાણી હોવાનું સંચાલકોએ જણાવ્યું હતું. પોરબંદર શહેરમાં આજે શનિવારે સવારે ડીઝલની અછત સર્જાતા રિક્ષા ચાલકો સહિત અન્ય વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં આવેલા આશરે 10 જેટલા પેટ્રોલપંપમાંથી કેટલાક પંપ પર ડીઝલ ઉપલબ્ધ ન હોવાથી વાહનચાલકોને એક પંપથી બીજા પંપ પર ધક્કા ખાતા નજરે ચડ્યા હતા. સવારે જ ડીઝલ ન મળતા ખાસ કરીને રિક્ષા ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. રોજિંદા ધંધા પર નિર્ભર રહેલા ચાલકોને ડીઝલ વગર કામ બંધ રાખવું પડ્યું હતું, જેના કારણે આવક પર સીધી અસર પડી હતી. શહેરના એક પેટ્રોલપંપ ખાતે ડીઝલ હોવાથી ત્યાં રિક્ષા ચાલકો દોડી ગયા હતા. પેટ્રોલપંપ સંચાલકોના જણાવ્યા મુજબ ગઈકાલે શુક્રવારે બુદ્ધ પૂર્ણિમા નિમિતે ડેપો ખાતે રજા હોવાને કારણે ડેપો બંધ રહ્યો હતો. ડીઝલનો જથ્થો સમયસર પહોંચી શક્યો ન હતો. જોકે, જથ્થો રવાના કરી દેવામાં આવ્યો હોવાથી સાંજ સુધીમાં અથવા આવતીકાલે રવિવારે સપ્લાય પહોંચી જવાની ખાતરી આપવામાં આવી હતી. સાંજ પડતા કેટલાક પેટ્રોલપંપ પર ડીઝલનો જથ્થો પહોંચતા ફરી કામગીરી શરૂ થઈ હતી. જેના કારણે વાહનચાલકોને થોડી રાહત મળી હતી અને સ્થિતિ ધીમે ધીમે સામાન્ય બનતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, પેટ્રોલપંપના સંચાલકોએ જણાવ્યું હતુ કે, કોઈ ખોટી અફવામાં ન આવવું, માત્ર ડેપો ખાતે રજા પાડવામાં આવી હોવાથી સપ્લાય મોડી થઈ હતી. રિક્ષા ચાલકોએ વ્યથા ઠાલવી‎ હાલ સદનશીબે વેકેશન છે એટલે બાળકોને સ્કૂલે‎મૂકવા લેવા માટે વર્ધી નથી, પરંતુ મુસાફરો માટે તો‎રિક્ષા મહત્વની છે અને અમારે રોજગારી રિક્ષા થી જ‎ચાલે છે. આસાનીથી ડીઝલ મળી રહેતું હતું જેથી અમે‎ડીઝલ જરૂરિયાત મુજબ પુરાવતા હોય છે. આ‎ભાગ્યેજ બન્યું કે, પેટ્રોલપંપ ખાતે ડીઝલ ન હતું જેથી‎સવારથી ત્રીજા પંપ સુધી ધક્કો ખાધા બાદ લાઇનમાં‎ઊભા રહીને ડીઝલ પુરાવ્યું. કલાક જેટલો સમય‎હેરાન થાય. > કિશોરભાઈ રિક્ષાચાલક‎
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ફોલોઅપ:ચૌટા ગામે સવા વર્ષ પહેલા પાનેલીના યુવાનની ગુમ થયાની ફરિયાદમાં હત્યા હોવાનું સામે આવ્યું
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:8 માસ પહેલા સ્ટ્રીટલાઈટના ટેન્ડરમાં ખોચો કાઢી મનપાએ નવું ટેન્ડર રૂ.21 કરોડ વધુ ખર્ચી મજૂર કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment