Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:8 માસ પહેલા સ્ટ્રીટલાઈટના ટેન્ડરમાં ખોચો કાઢી મનપાએ નવું ટેન્ડર રૂ.21 કરોડ વધુ ખર્ચી મજૂર કર્યું

    1 week ago

    પોરબંદર શહેરમાં સ્માર્ટ સ્ટ્રીટલાઈટ નાખવા માટે મનપા દ્વારા 8 માસ પૂર્વે પ્રથમ ટેન્ડર જાહેર કર્યું હતું જેમાં અંદાજે 33 કરોડનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ તે ટેન્ડરમાં ક્વોલિફાઇડ ધરાવતી એજન્સી ન આવી હોવાનો ખોચો કાઢી અને બીજા પ્રયાસ જાહેર કરી નવું ટેન્ડરમાં રૂ.21 કરોડના વધારા સાથે મજૂર કરવામાં આવ્યું છે. ત્યારે અગાઉ ટેન્ડર પર રૂ.33 કરોડ ચૂકવવાના હતા હવે મનપા સ્ટ્રીટલાઈટ પ્રોજેકટ માટે રૂ.53.41 કરોડનો ખર્ચે કરશે જેથી પોરબંદર શહેરના માર્ગો પર હવે મોંધા અજવાળા પથરાશે. પોરબંદર શહેરના વિકાસ માટે મનપાના બાંધકામ વિભાગ દ્વારા ટેન્ડર સહિતની પ્રકિયા હાથ ધરવામાં આવે છે ત્યારે શહેરમાં ચોમાસા દરમ્યાન સ્ટ્રીટલાઈટની વધુ પડતી ફરિયાદો ઉઠતા મનપા દ્વારા શહેર વિસ્તારમાં તેમજ નવા ભળેલ વિસ્તારોમાં નવી સ્ટ્રીટલાઈટ માટેનો પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ પ્રોજેકટ માટે 8 માસ પૂર્વે સ્માર્ટ સ્ટ્રીટલાઈટ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું.આ ટેન્ડર માટે મળતી માહિતી મુજબ એજન્સી પર આવી હતી પરંતુ એજન્સી ટેન્ડર માટે ક્વોલિફાઇડ ધરાવતી એજન્સી ન આવી હોવાનો ખોચો કાઢી અને બીજો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો આ ટેન્ડરના બીજા પ્રયાસમાં રૂપિયા 21કરોડનો વધારો કરી દેવામાં આવ્યો છે. મનપા દ્વારા સ્માર્ટ સ્ટ્રીટલાઈટ માટે જાહેર કરેલ પ્રથમ ટેન્ડર રૂપિયા અંદાજે 33 કરોડ હતું જેમાં 18 ટકાનો વધારો કરી રૂપિયા 21 કરોડના વધારા સાથે રૂ.53.41 કરોડનું ટેન્ડર જાહેર કરી મુંબઇની એક એજન્સીને ક્વોલિફાઇડ જાહેર કરી વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. આ ટેન્ડર મુજબ શહેરના મુખ્ય માર્ગો પર પોલ સાથે સ્માર્ટ સ્ટ્રીટલાઈટ અને સોસાયટીમાં સાદી સ્ટ્રીટલાઈટ નાખવામાં આવશે.ત્યારે પોરબંદર શહેરના માર્ગો અને સોસાયટીમાં હવે રૂપિયા 21 કરોડના મોંઘા અજવાળા પથરાશે. કેટલી સ્ટ્રીટલાઈટ‎નાખવામાં આવશે‎ આ પ્રોજેકટ હેઠળ મુખ્ય માર્ગો પર નવા પોલ સાથે 989 સ્માર્ટ સ્ટ્રીટલાઈટ લગાવવામાં આવશે તેમજ સોસાયટીમાં 15,500 સ્ટ્રીટલાઈટ નાંખવામાં આવશે.આ પ્રોજેકટ હેઠળ સ્ટ્રીટલાઈટ સાથે સાથે આધુનિક સુવિધા ધરાવતા 242 સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવશે. આ પ્રોજેકટ 2 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:ડીઝલની અછતથી પોરબંદરમાં વાહનચાલકો પરેશાન બન્યા
    Next Article
    ફરિયાદ:માંગરોળમાં પ્રેમ સંબંધના મનદુ:ખમાં કિટલી વડે માર મારતા પોલીસ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment