Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાના વાહન કોન્ટ્રાક્ટમાં ગોટાળો:નવુ ટેન્ડર ફેઈલ, જૂનાને જ લંબાવવાની ફરજ

    1 week ago

    જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની આગામી બેઠકનો એજન્ડા જાહેર થતાં જ વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. અનેક મહત્વના નિર્ણયો લટકી પડ્યા છે અને કરોડોના ખર્ચનું ભારણ પ્રજા પર આવશે. મહાનગરપાલિકાની વાહન શાખાની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમ્સ પોર્ટલ પરથી કરાયેલા નવા ટેન્ડરમાં ત્રણેય એજન્સીઓ ટેક્નિકલી ડિસ્ક્વોલિફાઈડ થઈ ગઈ. એટલે કે ટેન્ડર પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ. હવે તંત્ર પાસે જૂના કોન્ટ્રાક્ટર વર્ધમાન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સને જ 6 મહિના માટે મુદત વધારી આપવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. આનાથી સ્પષ્ટ થાય છે કે ટેન્ડરની શરતો એવી કડક બનાવાઈ કે કોઈ લાયક એજન્સી ક્વોલિફાઈ જ ન થઈ શકી. પરિણામે સ્પર્ધા વિના જૂના ભાવે રૂ. 34.10 લાખનો કોન્ટ્રાક્ટ લંબાવવો પડશે. સવાલ એ છે કે જો નવા ટેન્ડરમાં ભાવ વધવાના હતા, તો શું તંત્રએ જાણી જોઈને આ પ્રક્રિયા લંબાવી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ 10,000 આવાસનો લક્ષ્યાંક છે, પણ અત્યાર સુધીમાં ફક્ત 1153 + 252 + 52 મકાનની જ ડીપીઆર થઈ છે. એટલે 85% થી વધુ કામ હજુ કાગળ પર જ છે. હવે 52 સ્લમના રીડેવલપમેન્ટ માટે કન્સલ્ટન્ટને પ્રોજેક્ટ કોસ્ટના 0.36% થી 0.63% સુધીની મોટી ફી ચૂકવવાની દરખાસ્ત છે. 100 કરોડના પ્રોજેક્ટે પણ 36 લાખ રૂપિયા કન્સલ્ટન્ટને જ જશે. બીજી તરફ, શહેરના રોડ-રી-સરફેસના કામોની ગુણવત્તા એટલી ખરાબ છે કે હવે થર્ડ પાર્ટી એટલે રાજકોટના ગુણવત્તા નિયંત્રણ વિભાગને બોલાવવા પડે છે. એનો મતલબ કે મનપાના પોતાના એન્જિનિયરો કામની ગુણવત્તા ચકાસવામાં નિષ્ફળ ગયા છે. આ ટેસ્ટિંગનો વધારાનો ખર્ચ પણ મનપા એટલે કે આખરે પ્રજાએ જ ભોગવવાનો રહેશે.
    Click here to Read More
    Previous Article
    છેતરપિંડી:દસ્તાવેજ ન કરી આપી ગોધાવાવની પાટીના યુવક સાથે 1 કરોડની છેતરપિંડી
    Next Article
    વન્યપ્રાણીની મૂવમેન્ટથી વન વિભાગ એક્શન મોડમાં:બિલખા રોડ પર સિંહણ આવી ચડતા વન વિભાગે ટ્રાફિક થંભાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment