Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભિલાડ દારૂ કેસમાં બુટલેગરની જામીન અરજી કોર્ટે ફગાવી:વાપી કોર્ટે સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી ચુકાદો આપ્યો.

    9 hours ago

    વલસાડ જિલ્લાના ભિલાડ પોલીસ મથક વિસ્તારમાંથી ₹૩૮ લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયેલા બુટલેગર મિહિર જોરાવરસિંહ ચૌહાણની જામીન અરજી વાપીની એડિશનલ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. આ સમગ્ર મામલો ૧૯ એપ્રિલ, ૨૦૨૬નો છે. તે દિવસે વલસાડ LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. તેમને બાતમી મળી હતી કે એક ટેમ્પો (GJ-23-AW-8248)માં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે, પોલીસે ઉમરગામના વલવાડા પાસે નેશનલ હાઈવે નંબર ૪૮ પર નાકાબંધી કરી હતી. ટેમ્પોને રોકવામાં આવતા તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટેમ્પોમાંથી કુલ ₹૫૩,૧૩,૫૦૪/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેમાં ₹૩૮,૦૭,૫૦૪/-ની કિંમતની ૧૯,૭૨૮ નંગ વિદેશી દારૂની નાની બોટલો, ₹૧૫,૦૦,૦૦૦/-નો આઈશર ટેમ્પો અને ₹૬,૦૦૦/-ની કિંમતના ૩ મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપી મિહિર ચૌહાણ (રહે. આણંદ)ની પૂછપરછમાં સામે આવ્યું કે તેને આ દારૂનો જથ્થો વડોદરાના જાવેદ મેમણે ગોવાથી ભરાવી આપ્યો હતો. આ ફેરા માટે તેને ₹૧.૩૦ લાખ આપવાનું નક્કી થયું હતું. જાવેદ મેમણ સફેદ i10 કારમાં ટેમ્પોનું પાયલોટિંગ કરી રહ્યો હતો અને હાલ તે વોન્ટેડ છે. આરોપી મિહિર ચૌહાણે જેલમુક્ત થવા માટે વાપીની એડિશનલ સેશન્સ કોર્ટમાં નિયમિત જામીન અરજી કરી હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલ અનિલ ત્રિપાઠીએ દલીલ કરી હતી કે આ ગુનો ગંભીર છે અને તેમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો છે. એડિશનલ સેશન્સ જજ ડૉ. એચ. એન. વકીલે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીની જામીન અરજી ફગાવી દેવાનો આદેશ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Modi govt names Prasoon Joshi as new chairman of Prasar Bharati
    Next Article
    છોટાઉદેપુરમાં વૃદ્ધાના પગ કાપી ચાંદીના કડા લૂંટનાર ઝડપાયા:ઈકો કારના હપ્તા ભરવા જાણભેદુએ 75 વર્ષીય વૃદ્ધાની હત્યા કરી, બોરીયાદ લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment