Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ભાજપનો વિજય, હવે પ્રમુખ-મેયર પદ માટે જંગ:આવતીકાલે નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા, દાવેદારોમાં દોડધામ

    13 hours ago

    વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. હવે સત્તાના સૂત્રો કોણ સંભાળશે તે અંગે રાજકીય ગતિવિધિ તેજ બની છે. વલસાડ જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયતો, નગરપાલિકા અને વાપી મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયા બાદ પ્રમુખ અને મેયરની વરણી માટે આવતીકાલે નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આગામી અઢી વર્ષની ટર્મ માટે હોદ્દેદારોના નામો નક્કી કરવા ભાજપ સંગઠન સક્રિય બન્યું છે. જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે આ વખતે ઓબીસી મહિલા અનામતનું રોટેશન છે. તેવી જ રીતે, વાપી મહાનગરપાલિકાના પ્રથમ મેયર બનવા માટે પણ ઓબીસી મહિલા અનામત રાખવામાં આવી છે, જેના કારણે મહિલા દાવેદારોમાં ઉત્સાહ અને લોબિંગ જોવા મળી રહ્યું છે. તાલુકા પંચાયતોમાં પ્રમુખ પદ માટેની અનામતની સ્થિતિ નીચે મુજબ છે: ધરમપુર, પારડી અને નાનાપોંઢામાં અનુસૂચિત આદિજાતિ (ST) મહિલા માટે બેઠકો અનામત છે. કપરાડા અને ઉમરગામમાં અનુસૂચિત આદિજાતિ (ST) માટે, જ્યારે વલસાડમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (OBC) માટે પ્રમુખ પદ અનામત રખાયું છે. ઉમરગામ નગરપાલિકામાં ઓબીસી જનરલ માટે પદ અનામત છે. જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ જણાવ્યું હતું કે, વલસાડની જનતાએ ભાજપ પર અતૂટ વિશ્વાસ મૂક્યો છે. આવતીકાલે નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરી નામોની પેનલ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે, જ્યાં આખરી મહોર મારવામાં આવશે. આવતીકાલે યોજાનારી આ સેન્સ પ્રક્રિયામાં કોનું નસીબ ખુલે છે અને પાર્ટી કોના પર પસંદગીનો કળશ ઢોળે છે, તેના પર સમગ્ર જિલ્લાના રાજકારણીઓની નજર ટકેલી છે.
    Click here to Read More
    Previous Article
    સિવિલ હોસ્પિટલમાં 200 આઉટસોર્સિંગ કર્મીઓનો વિરોધ:પગાર, રજા, PFના પ્રશ્ને હડતાલ પર ઉતરી જતા એમ. જે. સોલંકી એજન્સીની સમસ્યા દૂર કરવાની ખાતરી
    Next Article
    અમદાવાદમાં યુવકનો હાઈવોલ્ટેજ ડ્રામા, VIDEO:બ્રિજ પરથી ઝાડ પર ચડી ગયો ને 20-25 મિનિટ સુધી 'રામમંદિર બનાવો', 'ભાજપ ગઈ કોંગ્રેસ આવી'ની બૂમો પાડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment