Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિવિલ હોસ્પિટલમાં 200 આઉટસોર્સિંગ કર્મીઓનો વિરોધ:પગાર, રજા, PFના પ્રશ્ને હડતાલ પર ઉતરી જતા એમ. જે. સોલંકી એજન્સીની સમસ્યા દૂર કરવાની ખાતરી

    14 hours ago

    સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સના કર્મચારીઓનો આજે 2 મેના રોષ ફાટી નીકળ્યો હતો. એમ. જે. સોલંકી એજન્સીના વર્ગ - 4 ના 200 જેટલા કર્મચારીઓને સમયસર પગાર ન આપવામાં આવતો હોવાની સાથે PF ન મળતું હોવાની સમસ્યાને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા એજન્સીના એચ. આર. મેનેજર દોડી આવ્યા હતા અને સમસ્યા દૂર કરવાની ખાતરી આપી હતી. 6 મહિના પહેલા પણ રજૂઆત કરવામાં આવી હતી જ્યોત્સનાબેન સોલંકીએ જણાવ્યું હતું કે, મને એમ. જે. તરફથી ઇન્ડિયન લીડરનો હોદો મળ્યો છે પરંતુ, એચ.આર.મેનેજર એવું કહે છે કે, જોસનાબેન કોઈ અધિકારી નથી તો તેની વાત શું સાંભળો છો. જોકે ગઈ કાલે લેબર દિવસ હતો ત્યારે ગઈ કાલે રજૂઆત કરી હતી અને 6 મહિના પહેલા પણ રજૂઆત કરવામાં આવી હતી. દિવાળીમાં બોનસ 10,00 આપવામાં આવતું નથી. જોકે, તેનો કોઈ જવાબ કંપની કે એચ. આર. મેનેજર ભાવનાબેન દેતા નથી. કોઈ કર્મચારીનો વાંક ન હોઈ તો પણ એચ. આર. મેનેજર 500નો મેમો આપે છે. જે 500 પગારમાંથી કાપવામાં આવે છે. જોકે, 10,000ના પગારમાં કેટલી વસ્તુ કાપવામાં આવશે? વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ ઉપરાંત અમારૂ દોઢ વર્ષનું PF કરવામાં આવ્યુ નથી તો અમારે કરવું શું? PF કંપની નાખે છે પણ સામેથી તો આવતું નથી. તો અમારે કઈ રીતે PF ઉપાડવું? તેથી અમારી માંગ પૂરી કરવામાં આવે બાકી સિવિલ હોસ્પિટલમાં અમે કર્મચારીઓ લોકોની સેવા કરવા માટે આવ્યા છીએ તો સેવા તો કરવાના જ છીએ. જૂની પરંપરા મુજબ બોનસની રકમ મળે તે માટે સરકારમાં પ્રક્રિયા કરાય જ્યારે આ બાબતે એમ. જે. સોલંકી એજન્સીના સિવિલ હોસ્પિટલ ખાતેના એચ. આર. મેનેજર ભાવનાબેને જણાવ્યું હતુ કે, હાલ કર્મચારીઓના મુખ્ય બે જ પ્રશ્નો છે. એક બોનસનો પ્રશ્ન અને બીજો પીએફનો પ્રશ્ન. બોનસના પ્રશ્નમાં એવું છે કે, નવેમ્બર 2024માં સરકારનો પરિપત્ર થયો છે કે કર્મચારીઓને દર મહિને પગાર સાથે જ બોનસની રકમ ચૂકવી દેવી. જે અમે દરેક કર્મચારીઓને દર મહિને પગાર સાથે બોનસની રકમ ચૂકવી દઈએ છીએ. કર્મચારીઓની માંગ છે કે, આ રકમ તેઓને દિવાળીએ એકસાથે મળવી જોઈએ. જેથી, જૂની પરંપરા મુજબ બોનસની રકમ મળે તે માટે સરકારમાં પ્રક્રિયા કરાય છે. જ્યારે જે પીએફ બાકી છે તે અમે જમા કરવાની કર્મચારીઓને ખાતરી આપી છે. વિરોધના મુખ્ય કારણો
    Click here to Read More
    Previous Article
    મહાનગરપાલિકાની ખોરાક શાખા દ્વારા આકસ્મિક ચેકીંગ:શહેરના વિવિધ વિસ્તારમાં 43 એકમોનું ચેકીંગ કરાયું, 86 ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા
    Next Article
    વલસાડમાં ભાજપનો વિજય, હવે પ્રમુખ-મેયર પદ માટે જંગ:આવતીકાલે નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા, દાવેદારોમાં દોડધામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment